Home /News /national-international /

22 જૂને થયેલી થયેલી સહમતિ પછી ગલવાનમાંથી ચીન પોતાની સેના અને વાહનો હટાવી રહ્યું છે : સૂત્ર

22 જૂને થયેલી થયેલી સહમતિ પછી ગલવાનમાંથી ચીન પોતાની સેના અને વાહનો હટાવી રહ્યું છે : સૂત્ર

22 જૂને થયેલી થયેલી સહમતિ પછી ગલવાનમાંથી ચીન પોતાની સેના અને વાહનો હટાવી રહ્યું છે : સૂત્ર

ગલવાન ઘાટીમાં બંને દેશોની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા પછી બંને દેશોની સેનાઓની વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ હતી

    નવી દિલ્હી : પૂર્વ લદાખની (Eastern Ladakh) ગલવાન ઘાટીમાં (Galwan Valley) ભારતીય અને ચીની સેનાની (Indian & Chinese Troops) વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી ચીની સેનાએ ગલવાન વિસ્તારમાંથી પોતાની સેનાઓ અને વાહનોને દૂર કરવાનું શરુ કરી દીધુ છે. રક્ષા સૂત્રોએ ગુરુવારે આ જાણકારી આપી છે. ગલવાન ઘાટીમાં બંને દેશોની વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા પછી બંને દેશોની સેનાઓની વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ હતી. જેના પછી બંને સેનાઓને પાછળ હટાવવાની સહમતિ બની હતી. સૂત્રોએ જાણકારી આપી કે 22 જૂનના રોજ બંને દેશોની વચ્ચે લગભગ 12 કલાક થયેલી મેજર જનરલ સ્તરની વાતચીતમાં ચીને વિશ્વાસ અપાવ્યો હતો કે તે પોતાની સેનાઓને સામેના બદલે ઉંડાણવાળા સ્થળો પર તૈનાત કરશે અને ચીને તેના પર અમલ પણ શરુ કરી દીધો છે.

    જણાવી દઈએ કે ભારત અને ચીનની વચ્ચે 5 મે થી લદાખમાં તણાવભર્યુ વાતાવરણ બનેલુ છે. લદાખની ગલવાન ઘાટીમાં (Galwan Valley) 15-16 જૂનની રાત્રે બંને દેશો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. ચીનને પણ ઘણું નુકસાન થયુ હતુ. ઝડપ શરુ થયા પછીથી બંને દેશોની વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તરની વાતચીત પણ થઈ હતી. જેના પછી બંને દેશો પોતાની સેનાઓને પાછળ હટાવવા રાજી થઈ ગયા છે. સરહદ પર આ 45 વર્ષોમાં હિંસાની સૌથી મોટી ઘટના બની છે.

    આ પણ વાંચો - Churu: 70 KM પ્રતિ કલાકની ઝડપથી આવ્યું રેતીનું વાવાઝોડું, દિવસમાં થઈ ગયું અંધારૂ

    ઉલ્લેખનીય છે કે પૂર્વ લદાખમાં ગત 6 અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધમાં એકબીજા દળોને દૂર કરવાનો નિર્ણય સોમવારે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનની તરફ મોલદોમાં ભારત અને ચીનના વરિષ્ઠ કમાંડરોની વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

    સૂત્રોને લેફ્ટિનેન્ટ જનરલ સ્તર પર થયેલી બીજી બેઠક પછી નિવેદન કરતા જણાવ્યું કે વાતચીત સૌહાર્દપૂર્ણ, સકારાત્મક અને રચનાત્મક માહોલમાં થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે બંને પક્ષ પૂર્વ લદાખમાં ટકરાવવાળા બધા સ્થળો પરથી હટવાનો નિર્ણય અમલમાં લાવીશું. એક સૂત્રએ કહ્યું કે પાછળ હટવાને લઈને પરસ્પર સહમતિ બની છે. પૂર્વ લદાખમાં ટકરાવવાળા બધા સ્થળો પરથી દુર થવા વિશે ચર્ચા કરવામાં આવી અને બંને પક્ષો તેને અમલમાં લાવશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: India-China Faceoff, ચીન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन