India-China Faceoff : લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખામાં ગત 6 મહિનાથી ચીન અને ભારતની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. 12 ઓક્ટોબરે સાતમાં રાઉન્ડની વાત થઇ. પણ રિપોર્ટ મુજબ ચીને પોતાની શરતો વધારી છે.
ભારત અને ચીન (India China Faceoff)ની વચ્ચે ગત 6 મહિનાથી ગતિરોધ અને તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે. અને સ્થિતિને પહેલા જેવી કરવા માટે અત્યાર સુધીમાં બંને દેશો અનેક વાર વાતચીત કરી ચૂક્યા છે. 6 વાર આ મામલે બેઠક થઇ છે અને હવે 12 ઓક્ટોબરે સાતમી વાર વાતચીતની તૈયારી ચાલી રહી છે. જો કે ચીન હજી પણ પોતાની શર્તો પણ ઊભો છે.
ચીનની તરફથી તણાવ વધારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ચીને સોલર અને ગેસ હીટેડ ટ્રૂપ કંટેનર્સ અને સ્નો ટેંટ પણ લગાવ્યા છએ. જેનાથી તે વાત પણ સ્પષ્ટ થઇ ગઇ છે કે તે શિળાયા સુધી અહીં રહી ગતિરોધ વધારવામાં જ રસ ધરાવે છે.
હિંદુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ ગતિરોધ કરતી જગ્યાઓ અને ત્યાંની પરિસ્થિતિ જાણકાર સરકારી અધિકારીઓએ જણાવ્યું કે પીએલએ શિયાળામાં પણ અહીં રહેવાની તૈયારી કરી રહ્યું છે. અને આ માટે તેણે તેવા કંટેનર્સ લગાવ્યા છે જેમાં ચાર થી 6 સૈનિકો રહી શકે. આ સાથે જ તેણે પોતાના બિમાર સૈનિકોની સારવાર માટે અહીં હોસ્પિટલ પણ સ્થાપિત કર્યા છે.
બીજી તરફ ભારતીય પક્ષનું માનવું છે કે સીમા પર ડિસએંગજમેન્ટ અને ડી એસ્કેલેશન માટે અન્ય સૈન્ય અને કૂટનૈતિક વાતચીતની જરૂર છે. ત્યાં જ ચીની સેનાના કમાન્ડરો આ કહીને સ્થિતિને વધુ જટિલ બનાવી છે કે ચીની સેના દ્વારા સૉલ્ટ વોટર લેક અને ઉત્તરી તટ પર સ્થિત ફિંગર ફોર એરિયાથી પાછું જતું રહેશે પણ પહેલા ભારતીય સેના પેંગોંગ ત્સોથી દક્ષિણ તટ અને રેજાંગ લા રેચિન લાથી પીછેહટ કરે. ચીની સેના LAC પાસે ઉત્તરી તટ પર ભારતીય સેનિકોની યથાસ્થિતિમાં બદલાવ ઇચ્છે છે. અને તે ભારત પેંગોંગ ત્સો થી દક્ષિણ તટ પર LAC પર પોતાની યથાસ્થિતિ પર અડગ છે. ચીનીઓનો આરોપ છે કે ભારતીય સેના તેમની સીમામાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય સૈન્ય કમાન્ડરોનું કહેવું છે કે જેમ એપ્રિલ 2020 થયું હતું. તે રીતે જ PLA ઉત્તરી બેંકમાં ફિગર ફોર સ્પરથી પહેલા પાછા થઇ ફિંગર આઠમાં પોતાની સ્થિતિ સારી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના મુજબ ચીન પહેલા વાર નોર્થ બેંકમાં એકતરફી સ્થિતિ બદલી તો પહેલા તેણે પીછેહટ કરીને વિશ્વાસ અપાવવો પડશે.
વધુ વાંચો :
Petrol Diesel Price: એક મહિનામાં 3 રૂપિયાથી વધુ સસ્તું થયું ડીઝલ, ફટાફટ ચેક કરો આજનો નવો ભાવ
નોર્થ અને સાઉથ બેંકમાં જે તણાવ છે તેની સાથે ગોગરા હોટ સ્પ્રિંગ એરિયામાં બંને સેનાઓ એકમત નથી થઇ શકી. સાથે જ પીએલએ દેપસાંગ બલ્ગ એરિયામાં ભારતીય સૈનિકોની પેટ્રોલિંગથી તે રોકી રહ્યું છે. 15 ઓક્ટોબરથી બરફ પડવાની શરૂઆત થાય તે પહેલા ચીન દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી શકાય છે. જેના કારણે ભારતીય સેનાને પણ એલર્ટ કરવામાં આવી છે.
પીએલએ હાલ ભલે આ વિસ્તારમાં વાયુસેનાની ગતિવિધિ ઓછી કરી લીધી હોય. પણ ચીને મજબૂતી સાથએ પોતાના સૈન્યને તૈનાત રાખ્યું છે. ભારતીય સેના અને વાયુસેના પણ પોતાની સૈન્ય તાકાત સાથે એલર્ટ પર છે. રિપોર્ટ મુજબ એક અધિકારીએ કહ્યું કે ચીન લદાખથી જવા માટે ભારત તરફથી જમીનની એક ભાગ તેના નામે આપવાની રાહ જોઇ રહ્યું છે. ચીનના કમાન્ડર ઇન ચીફ શી જિનપિંગના નિર્દેશ પર એલએસીની સ્થિતિને એકતરફી કરવામાં આવ્યું છે. ચીન આ સ્થિતિને રહેવા માંગે છે.