India-China Rift : ચીન સાથે તણાવ વચ્ચે લદાખ પહોંચ્યા આર્મી ચીફ

સેના પ્રમુખ એમએસ નરવણે

ભારત ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતીમાં સેના પ્રમુખ એમએસ નરવણે (MM Narvane) ગુરુવારે સવારે લદાખ પહોંચ્યા હતા.

  • Share this:
    પૂર્વ લદાખ (Ladakh)માં વાસ્વિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન (India China) વચ્ચે હાલ તણાવપૂર્ણ સ્થિતીની વચ્ચે સેના પ્રમુખ એમએસ નરવણે (MM Narvane) ગુરુવારે સવારે લદાખ પહોંચ્યા હતા. અહીં તેમણે સાઉથ પૌંગોંગ સમતે અન્ય જગ્યા પર હાલની સ્થિતિ વિષે જાણકારી મેળવી હતી. સુત્રોએ કહ્યું કે પૂર્વ લદાખમાં તે બે દિવસીના પ્રવાસ પર છે. સેના પ્રમુખ નરવણેને અહીં ટોપ કમાન્ડર આ ક્ષેત્રની હાલની પરિસ્થિતિની અવગત કરશે.
    આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે પૂર્વ લદાખમાં સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે, વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા સહિત લોકો સામેલ હતા.

    જણવા મળ્યું છે કે લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારતીય સેના વાસ્વિક નિયંત્રણ રેખાની સાથે તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં પોતાનો આક્રમક રવૈયા ચાલુ રાખશે જેથી ચીન કોઇ પ્રકારના દુસહાસ કરે તો તેને પ્રભાવી રીતે અટકાવી શકાય.

    વધુ વાંચો : કોણ છે જૉન વિક્સ? જેણે PM મોદીના પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું

    ચીને ઉકસાવે તેની સ્થિતિ થોડા દિવસ પહેલા જ ઊભી કરી હતી જેને ભારતીય સેનાએ બાહદૂરી સાથે નાકામ કરી હતી. ભારતે પૈંગોંગ સો વિસ્તારની દક્ષિણ તટ પર ત્રણ પર્વતો પર પોતાની સ્થિતિ મજબૂત કરી છે. સરકારી સુત્રો મુજબ બુધવારે આ મામલે જાણકારી આપી છે. વાસ્તવિક નિયંત્રણ રેખામાં ભારતીય સીમાની અંદર પૌંગોંગ તળાવની ઉત્તરી તટ પર સૈનાને તૈનાત કરવામાં આવી છે અને અહીં સ્થિતિ સંવેદનશીલ બનેલી છે.

    સુત્રોએ તે પણ કહ્યું કે તણાવ ઓછો કરવા માટે બંને પક્ષોના સેના કમાન્ડરો બુધવારે એક હાઇ લેવલની વાર્તા પણ કરી હતી. જો કે સાત કલાક ચાલેલી આ વાર્તામાં સુત્રોના આધારે જાણકારી મળી છે કે કોઇ ઠોસ ઉકેલ નથી મળ્યો અને આ પહેલા સોમવાર અને મંગળવારે પણ આ મામલે 6 કલાકથી વધુ સમય સુધી વાર્તા થઇ હતી. ભારત અને પૂર્વ લદાખમાં ભારતે ચીનની અનેક મહત્વપૂર્ણ જગ્યાએ હાજરે પણ વિરોધ પહેલા પણ વ્યક્ત કરી ચૂકી છે. (ભાષા ઇનપુટની સાથે.)
    Published by:Chaitali Shukla
    First published: