નવી દિલ્હીઃ ભારત-ચીન (India-China Face off)ની વચ્ચે 22 જૂને થયેલી લેફ્ટનન્ટ સ્તરની વાતચીત સફળ રહી છે. ભારતીય સેના (Indian Army)ના સૂત્રોએ જાણકારી આપી છે કે આ વાતચીત બાદ બંને દેશો વચ્ચે પોતાની સેનાઓ પરત બોલાવી લેવા પર પરસ્પર સહમતિ સધાઈ છે. આર્મીએ કહ્યું કે આ વાતચીત ખૂબ જ સકારાત્મક અને સારા માહોલમાં થઈ.
આર્મી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કોર કમાન્ડર સ્તરની ચર્ચા બાદ લદાખની ગલવાન ઘાટીમાં એક સામાન્ય સહમતિ સધાઈ છે. વિવાદાસ્પદ ભૂમિથી બંને દેશની સેનાની વાપસી કેવી રીતે થશે તેની પર વાતચીત થઈ. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે પૂર્વ લદાખમાં સંઘર્ષવાળા સ્થળેથી બંને સેના પાછળ હટી જશે.
કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહે કર્યું નેતૃત્વ
પૂર્વ લદાખમાં ચુશુલ સેક્ટરના ચીની હિસ્સામાં સ્થિતિ મોલ્ડોમાં સોમવારે લગભગ 11:30 વાગ્યે આ બેઠક શરૂ થઈ હતી. આ બેઠક 12 કલાક સુધી ચાલી. તેમાં દેશના ટૉપ સૈન્ય નેતૃત્વે પૂર્વ લદાખમાં સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી. મોલ્ડોમાં થયેલી વાતચીતમાં ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોરના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહે કર્યું, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટ્રી ડિસ્રિતિક્ટના કમાન્ડર કરી રહ્યા હતા.
15 જૂને થયો હતો હિંસક સંઘર્ષ : ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે LAC પર 15 જૂનની રાતે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. રિપોર્ટ મુજબ, આ સંઘર્ષમાં ચીનના પણ 35 સૈનિક હતાહત થયા હતા એવા અહેવાલો સામે આવ્યા હતા. જોકે, ચીને હજુ સુધી પોતાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર