ડ્રેગનને વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - 'ગલવાનમાં જે થયું તે ચીનનું કાવતરું છે'

ડ્રેગનને વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - 'ગલવાનમાં જે થયું તે ચીનનું કાવતરું છે'
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

ભારત સરકારની તરફથી આ વાતનો કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે.

 • Share this:
  વિદેશ મંત્રાલય એસ જયશંકરે પોતાના ચીન સમકક્ષ સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે કડક શબ્દોમાં ભારત ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. આ હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. જ્યારે ચીની સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાની વાત બહાર આવી છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને ચીનના રાજ્ય કાઉન્સલર અને વિદેશ મંત્રી એચ.ઇ.વાંગ યી સાથે હાલ લદાખના ગલવાનમાં થયેલા ઘટનાક્રમ પર ફોન દ્વારા વાતચીત કરી છે.

  વિદેશ મંત્રીએ 15 જૂન 2020ના રોજ ગલવાન ખીણમાં હિંસક અથડામણ પર ભારત સરકારની તરફથી કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે યાદ અપાવ્યું કે 6 જૂને થયેલી વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પણ તણાવ ઓછો કરવા માટે સેનાઓને પાછા લઇ જવા માટે સમજૂતી થઇ હતી. ગત સપ્તાહમાં ગ્રાઉન્ડ કમાન્ડર આ સહમતિને લાગુ કરવા માટે નિયમિત રૂપથી બેઠક પણ કરી રહ્યા છે. જેમાં થોડીક પ્રગતિ થઇ હતી ત્યાં જ ચીની પક્ષે એલએસીમાં અમારા ગલવાન ક્ષેત્રમાં એક સરચના બનાવવાની માંગ કરી. આ વિવાદની જડ ચીની પક્ષની પૂર્વ નિર્ધારિત અને સુનિયોજીત રીતે કરેલી કાર્યવાહી કરી જે પછી પાછળથી થયેલી ઘટના માટે જવાબદાર છે. જેમાં હિંસા અને મોત પણ થઇ. આ જમીન યથાસ્થિતિને ન બદલતા અમારી તમામ સમજૂતીનું ઉલ્લંઘન બતાવે છે.

  વિદેશ મંત્રીએ તે વાત પર જોર આપ્યું કે આ ઘટનાથી દ્વીપક્ષીય સંબંધોમાં ગંભીર પ્રભાવ પડ્યો છે. તેમણે કહ્યું કે આ સમયે ચીની પક્ષ પોતાની કાર્યવાહીનું પુર્નમૂલ્યાંકન કરી સુધારાત્મક પગલા લે. બંને પક્ષોએ 6 જૂનના રોજ વરિષ્ઠ કમાન્ડરો સાથે વાતચીતમાં કરી હતી ત્યારે આ મામલે પ્રામાણિકતા રાખવાની પણ વાત થઇ હતી. તેમણે કહ્યું કે બંને પક્ષોના સૈનિકોએ પણ દ્વપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. અને વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન કરવું જોઇએ. ના કે આ રીતે એકતરફી કાર્યવાહી કરવી જોઇએ.

  ચીનના રાજ્ય કાઉન્સલર અને વિદેશ મંત્રીએ પોતાની તરફથી ચીનની સ્થિતિની જાણકારી આપી હતી. ચર્ચાના સમાપનમાં તે સહમતિ પણ બની હતી કે હવેની સ્થિતિને એક જવાબદારી રીતે નિયંત્રિત કરવામાં આવે. બંને પક્ષે 6 જૂનથી સેનાઓ ઓછી કરવા અને સમજૂતી થઇ છે તેને પ્રામાણિક રીતે લાગુ કરવું જોઇએ. સાથે જ તે વાતે પણ સમજૂતી થઇ કે કોઇ પણ પક્ષ આગળ વધવા માટે કોઇ પ્રકારની કાર્યવાહી નહીં કરે અને આના બદલે દ્રપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલ મુજબ શાંતિને સુનિશ્ચિત કરશે.
  વધુ વાંચો :
  વધુ વાંચો :
  Published by:Chaitali Shukla
  First published:June 17, 2020, 18:34 pm

  टॉप स्टोरीज