આર્મી ચીફ નરવણે આજે લદાખની મુલાકાતે, 12 કલાક ચાલેલી બેઠકમાં ભારતે ચીનને આપ્યો કડક સંદેશ

News18 Gujarati
Updated: June 23, 2020, 10:16 AM IST
આર્મી ચીફ નરવણે આજે લદાખની મુલાકાતે, 12 કલાક ચાલેલી બેઠકમાં ભારતે ચીનને આપ્યો કડક સંદેશ
ભારતીય સેના

ભારતીની તરફથી લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહે 12 કલાક ચાલેલી બેઠકમાં ચીનની સાથે વાતચીત કરી હતી.

  • Share this:
પૂર્વ લદાતની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી વધેલા તણાવને ઓછો કરવા માટે દેશના સૈન્ય અધિકારી લેવલે હાલ વાતચીત ચાલી રહી છે. LAC પર ચાલી રહેલા તણાવને લઇને સોમવારે 12 કલાક સુધી સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ રહી જેમાં ભારતીય સૈન્ય અધિકારીઓએ ચીની સેનાને પાછા હટી જવાનું કહ્યું. સુત્રોથી પ્રાપ્ત જાણકારી મુજબ આજે પણ તે લોકો વાતચીત કરશે. આ વચ્ચે ખબર આવી છે કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે આજે લેહના પ્રવાસ કરશે અને 14મી કોરના સૈન્ય અધિકારીઓ સાથે ત્યાંથી પરિસ્થિતિ જાણશે.
ભારત અને ચીન સેનાઓ વચ્ચે ગત સપ્તાહે ગલવાન ખીણમાં હિંસક અથડામણની પરિસ્થિતિ ઊભી હતી. જેમાં આપણા 20 જવાનો શહીદ થયા હતા.

સોમવારે બંને દેશોની સેના વચ્ચે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બીજી વાર્તા લગભગ 12 કલાક ચાલી. આ બેઠક પૂર્વ લદાખ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે યોજવામાં આવી હતી. અને ચીને આ મામલે ભારતને આમંત્રણ આપ્યું હતું. ચીનની સીમામાં આવેલા મોલ્ડામાં 11:30 સવારે શરૂ થઇ હતી. સુત્રોએ જણાવ્યું કે બંને પક્ષો દ્વારા 6 જૂને લેફ્ટિનેંટ જનરલ સ્તરની પહેલી બેઠકમાં સહમતિ લાગુ કરવાની સાથે ઉકેલ લાવવા તરફ પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

ભારતીની તરફથી લેફ્ટિનેંટ જનરલ હરિંદર સિંહ જ્યારે ચીનની તરફથી શિનજિયાંગ સૈન્ય જિલ્લાના ચીફ મેજર જનરલ લિઉ લિન સાથે વાતચીત કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ કોર કમાંડર સ્તરની આ બેઠકમાં ભારતે ચીનથી એલએસી પર સૈનિકો પાછા લઇ જવા માટે સમય સીમા માંગ્યો છે. આ વચ્ચે ખબર આવી છે કે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે આજે લેહના પ્રવાસે છે અને 14મી કોરના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવશે. આ દરમિયાન તે ચીન અને પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સુરક્ષા બળોની તૈયારી અને સ્થિતિની સમીક્ષા કરશે.

વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે પોતાના ચીની સમકક્ષ વાંગ યીની સાથે ટેલિફોન પર કરેલી વાતચીતમાં આ ઘટનાને પીએલએની પૂર્વનિયોજીત કાવતરું જણાવ્યું હતું. આ ઘટના પછી સરકારે ચીનથી લાગેલી 3500 કિલોમીટરની સીમા પર ચીનના કોઇ પણ દુસહાસનો જવાબ આપવાની સશસ્તર બળોને છૂટ આપી છે.

વધુ વાંચો : સૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારીસેનાને આ સપ્તાહમાં સીમામાં લગતા અગ્રિમ જગ્યાઓ પર હજારો વધુ જવાનો મોકલ્યા છે. વાયુસેનાએ પણ આ અથડામણ પછી શ્રીનગર અને લેહ સમેત પોતાના મહત્વના સ્થળો પર સુખોઇ 30 એમકેઆઇ, જેગુઆર, મિરાઝ 2000 લડાકૂ વિમાનોની સાથે અપાચે લડાકૂ હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. પૂર્વ લદાખના ગલવાન અને અન્ય કેટલાક વિસ્તારોમાં બંને સેનાઓ વચ્ચે 5 મેથી ગતિરોધ ચાલુ છે. જે પછી પૌંગોંગ સોના કિનારે બંને પક્ષોમાં સૈનિક ઝડપ થઇ છે.
First published: June 23, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading