India-China Face Off : લદાખ બોર્ડર પર તણાવ પૂરો કરવા ચીને આપી 'ઓફર' પણ ભારતે કહી ના

પ્રતિકાત્મક તસવીર

બંને પક્ષો વચ્ચે સૈન્ય કમાન્ડરોની બેઠક પીએસએ ભારતીય સેનાને 'ન્યૂ નોર્મલ' માટે રાજી કરવાનો પ્રયાસ કરી રહી છે.

  • Share this:
    પૂર્વ લદાખ (East Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના (Indian Army) ત્યાં સુધી બની રહેશે જ્યાં સુધી ચીનની સેના પોતાની જગ્યાથી પાછી નથી જતી. ભારતે ચીનને અનેક અવસરો પર કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધો સારા કરવા હોય તો પૂર્વ લદાખમાં ગતિરોધ વાળી જગ્યાએ 20 એપ્રિલ પહેલા જેવી સ્થિતિ બનાવવી પડશે. પણ ચીને હજી સુધી તેવું નથી કર્યું. અંગ્રેજી છાપા હિંદુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ આ સમગ્ર મામલાથી જોડાયેલા એક સુત્રએ કહ્યું કે ભારતે તેના આ નિર્ણય પર અડગ છે.

    રિપોર્ટ મુજબ એક સુત્રએ કહ્યું કે ચીનની સેના પીપુલ લિબરેશન આર્મી આ સમગ્ર ઘટનાક્રમને સ્ટારિંગ મેચ બનાવી દીધી છે. તે ઇચ્છે છે કે ભારત હાથ પર હાથ રાખીને બેઠું રહે. અને અમે પણ તે રાહમાં બેઠા છીએ કે તેવા પગલા લઇએ કે ચીનને પણ ખબર પડે કે સીમા વિવાદથી શું થાય છે.

    વધુ વાંચો :  કોઝિકોડ વિમાન દુર્ઘટના : તમામ યાત્રિકોને બહાર કઢાયા, 'Sword of honor' વિજેતા પાયલટ કેપ્ટન સાઠેનું મોત

    બંને પક્ષો વચ્ચે સૈન્ય કમાન્ડરોની બેઠક પીએસએ ભારતીય સેનાને ન્યૂ નોર્મલ માટે રાજી કરવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ મુજબ સેનાના એક કમાન્ડર કહ્યું કે આક્રમક થવા અને સીમામાં સ્થિતિ વધવા પછી પણ PLA ભારતીય સેનાથી સૈન્ય ઇનામ ઇચ્છે છે. ભારતની તરફથઈ ચીનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તે પીએલઇ સીમાથી ના હટ્યા તો ભારત અને ચીન વચ્ચે સંબંધ બગડી શકે છે.

    ત્યાં ચીન રાહ જોઇને બેઠું છે કે ભારત ઘરેલુ દબાણમાં આવીને પોતે જ ગતિરોધ પુરો કરી લે. સેનાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પીએલઇ ઇચ્છે છે કે ભારત પોતાની જગ્યાએથી પાછું હટે. ઉદાહરણ તરીકે PLA ગોગરાની પાસે કુગરાંગ નદીની પાસે રિઝ લાઇન પર તે રહેવા માંગે છે જેથી રિઝલાઇન પર ભારતીય વર્ચસ્વ તુલનાત્મક રીતે નબળું પડે. ચીની પ્રસ્તાવ પછી સેનાના અધિકારી કહ્યું કે લાગે છે કે તેમને નવી દિલ્હીની મજબૂતીનો અંદાજો નથી.
    Published by:Chaitali Shukla
    First published: