નવી દિલ્હી. ચીન (China)એ પહેલીવાર સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ગલવાનમાં થયેલા હિંસક સંઘર્ષમાં તેમના ચાર સૈનિક માર્યા ગયા હતા. આ પહેલા ચીને પોતાના સૈનિકોના મોતને લઈ મૌન સાધી લીધું હતું. પૂર્વ લદાખ (East Ladakh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં ગયા વર્ષે મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક ઘર્ષણ (India China Faceoff) થયું હતું. આ ઘર્ષણમાં મોટી સંખ્યામાં ચીની સૈનિકોના મોત થયા હતા. જોકે કહેવામાં આવી રહ્યું છે કે ચીન હજુ પણ પોતાના માર્યા ગયેલા સૈનિકોનો સારો આંકડો છુપાવી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ગલવાનમાં ભારતીય સેનાની સાથે થયેલા ઘર્ષણમાં તેના 4 સૈનિક માર્યા ગયા હતા. ચીનના સેન્ટ્રલ મિલિટ્રી કમીશને શુક્રવારે તેમને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન અને માનદ પદવીથી સન્માનિત કર્યા છે. નોંધનીય છે કે, ચેન હોંગજુનને નાયક (HERO)ની માનદ પદવી આપવામાં આવી છે જ્યારે ત્રણ અન્ય સૈનિક ચેન જિયાનગોન્ગ, જિઓ સિયુઆન અને વાંગ જુઓરનને ફર્સ્ટ ક્લાસ મેરિટ સાઇટેશન આપવામાં આવ્યા છે. સૈનિકોનું નેતૃત્વ કરનારા એક કર્નલ ક્યૂઇ ફેબાઓને ઘર્ષણ દરમિયાન ગંભીર ઈજા થઈ હતી તેથી તેમને ‘નાયક કર્નલ’ (HERO COL)ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ જુઓ, PHOTOS: બાળકોની જીદ પર છત પર બનાવ્યું 35 ફુટ લાંબું પ્લેન, અંદર છે આવી સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે, રશિયાની ન્યૂઝ એજન્સી તાસે દાવો કર્યો કે ગયા વર્ષે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ગતિરોધ ઓછો કરવાના પ્રયાસ દરમિયાન પૂર્વ લદાખના ગલવાનમાં બંને સેનાઓની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ચીનના લગભગ 45 સૈનિક માર્યા ગયા હતા. બીજી તરફ, ભારતીય સેનાના એક કમાન્ડિંગ અધિકારી (કર્નલ) સહિત 20 જવાન પણ આ ઘર્ષણમાં શહીદ થયા હતા. જોકે, ચીને ક્યારેય અધિકૃત રીતે એ વાતની જાણકારી ન આપી કે આ ઘર્ષણમાં કેટલા ચીની સૈનિક માર્યા ગયા હતા.
આ પણ વાંચો, કાર સાથે ટક્કર થતાં સાઇકલ સવાર ઉછળીને છત પર પડતાં મોત, ડ્રાઇવર લાશને લઈને 10 KM ફરતો રહ્યો
ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયો હતો હિંસક સંઘર્ષ
પૂર્વ લદાખના પેન્ગોગ લેકના વિસ્તારમાં એપ્રિલ બાદથી જ તણાવની સ્થિતિ ઊભી થયેલી હતી. ચીની સેનાએ આ દરમિયાન અનેક ભારતીય પેટ્રોલિંગ પોઇન્ટ્સ પર કબજો કરી દીધો હતો પરંતુ સમયબદ્ધ રીતે ભારતીય જવાનોએ ચીનેન જવાબ આપ્યો હતો. બીજી તરફ 15 જૂને ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. ચીનના પણ 43 સૈનિક હતાહત થયા હોવાના રિપોર્ટ હતા. જોકે ચીને અધિકૃત રીતે પોતાના સૈનિકોના મોતનો આંકડો બહાર પાડ્યો નહોતો.
Published by:Mrunal Bhojak
First published:February 19, 2021, 09:45 am