શ્રેયા ઢૌંડિયાલ, નવી દિલ્હી : શું ભારત અને ચીન (India China) વચ્ચે જલ્દી યુદ્ધ થવાનું છે? ભારતના સુરક્ષા પ્રતિષ્ઠાનના ઉચ્ચ પદ પર બેસેલા અધિકારીઓનું મૂલ્યાંકન સ્પષ્ટ છે. એક શીર્ષ સરકારી સૂત્રએ કહ્યું કે ફેસ ઓફની પ્રક્ષેપ પથની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે પણ આપણે યુદ્ધની સ્થિતિ સુધી પહોંચ્યા નથી. ચીજો એક પૂર્ણ વિકસિત સંઘર્ષનું નિર્માણ કરે છે પણ હાલ ફક્ત સામાન્ય ઘટના થઈ છે. હાલ ચીનની તૈનાતી વધારે ફુર્તિલી નથી.
આગામી કેટલાક સપ્તાહ અને મહિનામાં આ કેવું ચાલશે? સરકારમાં અંદાજ છે કે જેવી કે 29-30 ઓગસ્ટે ચીનની સેનાએ પૈંગોંગ ઝીલના દક્ષિણ તટ પર ભારતીય ઉંચાઇઓ પર કબજો કરવા માટેનો પ્રયત્નો કર્યો હતો તેવી ઘટનામાં મામુલી વુદ્ધિ થશે. એ વાતની પુરી સ્પષ્ટતા છે કે તેનો સામનો કઇ દિશામાં અને કઈ તરફ થઈ રહ્યો છે. તેનું નિયંત્રણ સ્થાનીય કમાન્ડરો કે પશ્ચિમી કમાન દ્વારા કરવામાં આવી રહ્યું નથી પણ ચીનમાં શીર્ષ નેતૃત્વ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તમે ચીન પર વિશ્વાસ કરી શકો નહીં. 29 તારીખની સવારે ચુશુલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે નિમ્નલિખિત પ્રોટોકોલ વિશે વાત કરી હતી. તે રાત્રે તેમણે આપણી પોસ્ટ તરફ પોતાના લોકોને મોકલી દીધા હતા.
" isDesktop="true" id="1023329" >
ફિંગર 4 માં પ્રભાવી સ્થિતિમાં ભારતીય
ભારત હવે ઉત્તરી બેંકમાં ફિંગર 4માં એક પ્રભાવી સ્થિતિમાં છે. ભારતીય સૈનિકોની એક મોટી સંખ્યા ચીની પોસ્ટ તરફ ઉંચાઇઓ પર બેસેલી છે. ભારતીય અને પીપુલ્સ લિબરેશન આર્મી મુશ્કેલીથી 100 મીટરની દૂરી પર આંખમાં આંખ નાખીને ઉભેલા જોવા મળે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર