BROનો ચીનને જવાબ, કહ્યું અમારૂ કામ સરહદ પર રસ્તા તૈયાર કરવાનું, કોઈના વિરોધની ચિંતા નથી

News18 Gujarati
Updated: July 6, 2020, 9:41 PM IST
BROનો ચીનને જવાબ, કહ્યું  અમારૂ કામ સરહદ પર રસ્તા તૈયાર કરવાનું, કોઈના વિરોધની ચિંતા નથી
BROનો ચીનને જવાબ, કહ્યું અમારું કામ સરહદ પર રસ્તા તૈયાર કરવાનું, કોઈના વિરોધની ચિંતા નથી

ભારત અને ચીન સરહદ વિવાદ પાછળ મુખ્ય કારણ ભારત દ્વારા લદાખમાં પોતાની સરહદો અંદર કરવામાં આવી રહેલ સડક નિર્માણ છે

  • Share this:
નવી દિલ્હી : સરહદ વિવાદ (Border Dispute) વચ્ચે ભારતના બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને (Border Road Organisation-BRO) સ્પષ્ટ કર્યું છે કે ચીનના વિરોધ સાથે કોઈ લેવા દેવા નથી. ચીન દ્વારા સડક નિર્માણને લઈને કરાતા વિરોધ પર BROના એક્ઝિક્યૂટિવ એન્જીનિયર બી.કિશને સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બીઆરઓનું વિરોધ સાથે લેવા દેવા નથી. અમે એ જ કામ કરીએ છીએ જે અમને સોંપવામાં આવે છે.

બી. કિશને કહ્યું કે અમારા સંગઠને ત્રણ પ્રમુખ પુલોનું નિર્માણ કર્યું છે. જેના દ્વારા સેનાના ટેન્ક ચીન સાથે વિવાદ દરમિયાન LAC પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અમે NH-1 પર રેકોર્ડ સમયમાં સડક નિર્માણનું કામ કર્યું છે. આ સડક પર કોઈ પણ પ્રકારના ભારે વાહનો લઈ જવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સરહદ વિવાદ પાછળ મુખ્ય કારણ ભારત દ્વારા લદાખમાં પોતાની સરહદો અંદર કરવામાં આવી રહેલ સડક નિર્માણ છે. ચીને પોતાના વિસ્તારમાં મોટો કંસ્ટ્રક્શન કરી રહ્યું છે પણ ભારતના ઇન્ફ્રાસ્ટ્ર્ચર પર સવાલ ઉભા કરીને દાદાગીરી કરવાનો પ્રયત્ન કરે છે.

આ પણ વાંચો - ચીન સાથે સરહદ વિવાદને લઈને આગળ પણ અજિત ડોભાલના હાથમાં રહેશે આગેવાની!



સામાન્ય થઈ રહી છે સ્થિતિઓ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser)અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)ની વાતચીત પછી સરહદ વિવાદ ધીમો પડતો દેખાય છે. છેલ્લા લગભગ બે મહીનાથી ચાલી રહેલ સરહદ વિવાદ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી વધી ગયો હતો. ત્રણ રાઉન્ડમાં થયેલી સૈન્ય અધિકારી સ્તરની વાતચીતમાં કોઈ સમાધાન થયું ન હતુ. 5 જુલાઈના રોજ ભારત તરફથી સરહદ વિવાદને લઈને વિશેષ પ્રતિનિધિ નિયુક્ત કરવામાં આવેલા અજિત ડોભાલની ચીની વિદેશ મંત્રી સાથે થયેલી વાતચીત પછી હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીને વિશેષ પ્રતિનિધિની નિમણુંક કરી છે.
Published by: Ashish Goyal
First published: July 6, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading