બીજિંગઃ પૂર્વ લદાખ (Ladakh border)ની ગલવાન વેલીમાં લગભગ 40 જવાનોની શહીદી બાદ પેન્ગોગ (Pangong tso) વિસ્તારમાં 29-30 ઓગસ્ટની રાત્રે ભારતીય સેના (Indian Army)ની ત્વરિત કાર્યવાહીને કારણે નિષ્ફળ રહેલી ચીની સેના (PLA)થી રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping) ખૂબ નારાજ હોવાના અહેવાલ છે. રિપોર્ટ મુજબ, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી નેતૃત્વ પણ લદાખ સરહદ પર તૈનાત PLAના કમાન્ડરોથી નારાજ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીની સેનાના નેતૃત્વમાં ટૂંક સમયમાં મોટાપાયે ફેરફાર જોવા મળી શકે છે.
CNNના રિપોર્ટ મુજબ, ભારત-ચીનની વચ્ચે લદાખ સ્થિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની પકડ મજબૂત બનતા ચીન બેચેન બની ગયું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 29-30 ઓગસ્ટની રાત્રે લેક સ્પાંગૂરની પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ વિસ્તારની ઊંચી ચોટીઓ પર ફરી કબજો જમાવી દીધો, જેના અહેવાલ બીજિંગ પહોંચ્યા તો હોબાળો થઈ ગયો. હવે આ મામલામાં ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ચીની સેના અને અધિકારીઓથી ખૂબ નારાજ છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે PLA કમાન્ડરે સ્પાંગૂર વિસ્તારમાં સંઘર્ષને રોકવા માટે સેનાને પાછળ હટાવી દીધી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે એવું લાગી રહ્યું છે કે ચીની સેનાને પીછેહઠ કરી છે, તેનાથી સીસીપી નેતૃત્વ ઘણું નારાજ છે. અહેવાલ છે કે જિનપિંગ પીએલએ અને રેગ્યૂલર લૉ ઇન્ફોર્સમેન્ટ એજન્સી પર કડક કાર્યવાહી કરતાં તેમાં મોટા ફેરફાર કરી શકે છે. જિનપિંગ ચીનમાં પોલિટિકલ લોયલ્ટી અને સામાજિક અશાંતિને લઈ ઘણું ઉશ્કેરાયેલું છે.
નોંધનીય છે કે, પેન્ગોગ સો લેકના દક્ષિણ હિસ્સામાં આ ચોટી પર ચીન કબજો મેળવવા માંગતું હતું, કારણ કે તે વ્યૂહાત્મક રીતે ખૂબ અગત્યનું માનવામાં આવે છે. અસલમાં આ પહાડી ભારતીય સરહદમાં છે. ભારતીય સેનાએ ચીની સેનાના ઈરાદાને સમજી લીધો હતો અને હાલમાં જ તૈનાત સ્પેશલ ઓપરેશન બટાલિયને તેમને પાછળ ધકેલવા ઉપરાંત સમગ્ર ચોટી પર પોતાનો કબજો લઈ લીધો. હવે જિનપિંગ એ વાતથી ખૂબ નારાજ છે કે ચીની સેનાએ કોના આદેશ પર પીછેહઠ કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર