India-China Clash: લદાખના પૈંગોગ લેકની પાસે 29-30 ઓગસ્ટની રાત્રે શું થયું હતું?

ભારતીય સેના ચીનના ઈરાદાને પહેલા જ સમજી ગઈ હતી, ઘૂસણખોરીના પ્રયાસને આવી રીતે કર્યો નિષ્ફળ

ભારતીય સેના ચીનના ઈરાદાને પહેલા જ સમજી ગઈ હતી, ઘૂસણખોરીના પ્રયાસને આવી રીતે કર્યો નિષ્ફળ

 • Share this:
  નવી દિલ્હીઃ ચીન (China)એ ફરી એકવાર ભારત (India)ને છેતરવાનો પ્રયાસ કર્યો જોકે ભારતીય સેના (Indian Army)ની સચેત કાર્યવાહીને કારણે ચીની સેના (PLA) પોતાના ઈરાદાઓમાં સફળ ન થઈ શકી. ચીની સેનાએ ફરી એકવાર સમજૂતીનું ઉલ્લંઘન કરતાં પૂર્વ લદાખ (East Ladadh)માં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેના તરફથી જણાવવામાં આવ્યું કે ચીનની સેના તરફથી આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યાં કોઈ પ્રકારની ગતિવિધિ નહીં કરવા પર સહમતિ સધાઈ હતી.

  આ સમગ્ર વિવાદમાં ભારતીય સેનાનું નિવેદન આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે 29-30 ઓગસ્ટની રાત્રે શું થયું હતું. ભારતીય સેના મુજબ શનિવારની રાત્રે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ એ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જ્યાં પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવ દરમિયાન યથાસ્થિતિ રાખવાની વાત કહેવામાં આવી હતી. ચીની સૈનિકોએ સમજૂતીનું ઉલ્લંઘન કરતાં હથિયારોની સાથે આ વિસ્તારમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો.

  આ પણ વાંચો, મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સેદારી ખરીદશે Adani Group

  ભારતીય સેનાએ જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ પૈંગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર PLAની ગતિવિધિને રોકતાં તેમને પરત ધકેલી દીધા. તેઓએ જણાવ્યું કે ભારતીય સૈનિકોએ ચીનના ઈરાદાને પહેલાથી જ સમજી ગઈ હતી અને આ જ કારણ છે કે ભારતીય સૈનિકોએ સમય ગુમાવ્યા વગર ચીનની સેનાના બદઈરાદાઓને ધ્વસ્ત કરી દીધા.

  આ પણ વાંચો, સુરેશ રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે છોડ્યું IPL, ધોની સાથે પણ થયો વિવાદ!

  ભારતીય સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું કે, ભારતીય સેના વાતચીતના માધ્યમથી સરહદ પર શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે પણ સમાન રૂપથી દૃઢ સંકલ્પ છે. બંને દેશોની વચ્ચે હવે સરહદ સાથે જોડાયેલા મુદ્દાના ઉકેલ માટે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાના ચીની સેના તરફથી કરવામાં આવેલા આવા પ્રયાસ યોગ્ય નથી.
  Published by:Mrunal Bhojak
  First published: