નવી દિલ્હી/લદાખઃ લદાખ (Ladakh)માં ભારત અને ચીનની વચ્ચે તણાવ (India-China Border Tension) વધતો જઈ રહ્યો છે. સોમવાર મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેક (Pangong Tso Lake) પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી થઈ. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભારતે ચીનના આ દાવાને પાયાથી ફગાવી દીધો છે. LAC પર ભારતીય સેના તરફથી કોઈ ફાયરિંગ નથી કરવામાં આવ્યું.
ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.
Chinese border defense troops were forced to take countermeasures to stabilize the situation after the #Indian troops outrageously fired warning shots to PLA border patrol soldiers who were about to negotiate, said the spokesperson. https://t.co/wwZPA6BMDA
ચીની મીડિયાના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે જ્યારે ચીની સેનાની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો તેઓએ જવાબમાં વોર્નિંગ શૉટ ફાયર કર્યા. અત્યાર સુધી ચીનના આ નિવેદન પર ભારત સરકાર કે ભારતીય સેના તરફથી કોઈ અધિકૃત નિવદેન નથી આપવામાં આવ્યું.
આ દરમિયાન ભારતીય સેના ચીનનો સામનો કરવો તૈયારી કરી રહી છે. તણાવ દરમિયાન હવે ભારતીય સેના તે હુમલો કરનારા વાહનોને અપગ્રેડ કરવામાં લાગી છે, જે રાત્રે કામ નથી કરી શકતા. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના માટે સેનાએ દેશી કંપનીઓ પાસેથી એક ડેમો માંગ્યો છે, સાથોસાથ જે પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે તેની સાથે વાત આગળ વધારી શકાય છે. તે મુજબ BMP-2/2K ઇન્ફેંટરી કોમ્બેટ વ્હીકલને અપડેટ કરવાના છે.
ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે જ્યારથી ચીન તરફથી હાલમાં ચોટીઓ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આપણા જવાનોએ આ બંને ચોટીઓને સંપૂર્ણ પણે નિયંત્રણમાં લઈ લીધી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા ચીની સૈનીક આ બંને ચોટીઓ પર નિયંત્રણ મેળવવા માટે આગળ વધી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર