ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબ

News18 Gujarati
Updated: June 18, 2020, 10:14 AM IST
ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબ
સોમવાર રાત્રે લદાખની ગલવાન ઘાટીમાં ખરેખર શું થયું હતું? જો ફાયરિંગ નથી થયું તો સૈનિકો શહીદ કેવી રીતે થયા?

સોમવાર રાત્રે લદાખની ગલવાન ઘાટીમાં ખરેખર શું થયું હતું? જો ફાયરિંગ નથી થયું તો સૈનિકો શહીદ કેવી રીતે થયા?

  • Share this:
નવી દિલ્હીઃ લદાખમાં ગલવાન ઘાટીની પાસે ચીની સૈનિકો સાથે થયેલા હિંસક સંઘર્ષ (Indo China Conflict) બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલત તણાવપૂર્ણ બનેલી છે. સોમવારે લદાખની ગલવાન ઘાટી (Ladakh Galwan Valley)માં LAC પર થયેલી હિંસક ઘર્ષણ બાદ ભારતના 20 સૈનિક શહીદ થયા, જ્યારે 4 સૈનિકોની હાલલથ ગંભીર બનેલી છે. 15 જૂનની ઘટના બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આર્મીએ લેહ અને બાકી સરહદો પર પોતાની મૂવમેન્ટ વધારી દીધી છે. તેની સાથે જ લદાખથી જે પણ યૂનિટ્સ પીસ સ્ટેશન પરત ફરવાના હતા, તેમને ત્યાં રોકાવા માટે કહ્યું છે. ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 19 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વાંચો ભારત-ચીન વિવાદ અને LACની તાજેતરની સ્થિતિ સાથે જોડોયલા એ સવાલોના જવાબ, જે દરેક દેશવાસીએ જાણવા જરૂરી છે...

શું ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણ બાદ સ્થિતિ ગંભીર છે?


હા, બિલકુલ. 1962ના યુદ્ધ બાદ આવું પહેલીવાર થયું છે કે લદાખમાં ભારત-ચીન સરહદ પર હિંસક સંઘર્ષમાં ભારતીય જવાન શહીદ થયા છે. LAC પર 1975માં ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, પરંતુ મોટા સ્તરે આવો હુમલો છેલ્લીવાર 1967માં સિક્કિમનના નાથૂ લામાં થયો હતો. તેમાં 88 ભારતીય સૈનિક શહીદ થયા હતા અને લગભગ 300થી વધુ ચીની સૈનિક માર્યા ગયા હતા, પરંતુ લદાખમાં 1962 બાદ આ પહેલો હિંસક સંઘર્ષ છે.

પરંતુ, બંને તરફથી ફાયરિંગ નથી થયું. શું આ સારા સંકેત નથી?
સંપૂર્ણપણે નહીં. જો આટલી મોટી સંખ્યામાં સૈનિક કોઈ રાઉન્ડ ફાયરિંગ વગર શહીદ થાય છે તો તેનો સીધો અર્થ એ છે કે આ ઘર્ષણ ખૂબ ક્રૂરતાપૂર્વકનું હતું. ચીની સૈનિકોએ પથ્થર, કાંટાવાળા તાર, ચાકૂ જેવી ધારદાર ચીજોથી હુમલો કર્યો હતો.

સોમવાર રાત્રે લદાખની ગલવાન ઘાટીમાં ખરેખર શું થયું હતું?

લદાખની ગલવાન ઘાટીમાં સોમવાર મોડી રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. તેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા અને અનેક ઘાયલ પણ થયા છે. ચીન તરફથી પણ 43 સૈનિકો હતાહતા થયા હોવાના મીડિયા રિપોર્ટ છે, પરંતુ તેની પુષ્ટિ ચીને હજુ સુધી નથી કરી. ચીનના સૈનિકો દ્વારા આ હુમલો પથ્થરો, લાઠીઓ અને ધારદાર હથિયારોથી કરવામાં આવ્યો. આ ઘર્ષણની શરૂઆત ચીની તરફથી થઈ, જ્યારે વાતચીત બાદ તેણે પાછળ હટવામાં આવી રહ્યું હતું. સોમવારે સાંજથી અડધી રાત સુધી આ બધું ચાલતું રહ્યું.

શું ભારતીય સૈનિકો પાસે હથિયાર નહોતા?

ના. આ સરહદી ક્ષેત્રોમાં બંને તરફથી ડ્રિલ અનુસાર થાય છે, જેથી ઓપન ફાયરિંગથી અજાણતા બંને દેશની વચ્ચે તણાવને વધારવાથી રોકી શકાય. મૂળે, આ ભારત-ચીન સરહદી ક્ષેત્રોમાં LAC અને સૈન્ય ક્ષેત્રોમાં બંને દેશોની વચ્ચે 1996ની સમજૂતી અનુરૂપ છે. તે મુજબ LACની આસપાસના ક્ષેત્રમાં સૈન્ય ઉપકરણ, અભ્યાસ, વિસ્ફોટ અને પ્લેન પર ઘણા બધા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, 1967થી લઈને 2020 સુધી, ભારત-ચીન વચ્ચે કયા કારણે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ?

જો ફાયરિંગ નથી થયું તો સૈનિકો શહીદ કેવી રીતે થયા?

પહેલું ઘર્ષણ 5/6 મેની અડધી રાત્રે પૈંગોગ ત્સોમાં થયું હતું. બંને દેશોના સૈનિકોની વચ્ચે એક મોટી મારામારી થઈ, જેમાં બંને તરફના અનેક સૈનિક ઘાયલ થયા હતા. ચીનીઓએ લોખંડના સળીયા, લાઠી, કાંટાવાળા તાર અને પથ્થરોથી હુમલો કર્યો હતો. ગલવાનમાં પણ હુમા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. બીજી તરફ, એવી પણ જાણકારી મળી છે કે ચીની સૈનિકોએ ધારદાર હથિયારોથી હુમલા બાદ કેટલાક ભારતીય સૈનિકોને ગલવાન નદીમાં ધકેલી દીધા હતા. મોટાભાગના મોત ઊંચાઈવાળા વિસ્તારમાં તીવ્ર ઠંડી અને ઈજાના કારણે થયા.

આ હિંસક ઘર્ષણમાં ચીનને કેટલું નુકસાન થયું? કેટલા સૈનિકો માર્યા ગયા?

આમ તો ચીનના વિદેશ મંત્રાલગે કોઈ પણ સૈનિકના મરવાની પુષ્ટિ નથી કરી અને ન કોઈ અધિકૃત નિવેદન આપ્યું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ મુજબ ચીનના 43થી વધુ સૈનિક હતાહતા થયા છે. ન્યૂઝ એજન્સી ANIએ પણ ચીનના 43 સૈનિકો હતાહત થયાની પુષ્ટિ કરી છે. અમેરિકાની ન્યૂઝ ચેનલ US Newsએ 35 ચીની સૈનિકોના હતાહત થવાની વાત કહી છે.

આ હિંસક સંઘર્ષ બાદ શું હવે સ્થિતિ કાબૂમાં છે?

સંપૂર્ણપણે નહીં. LAC પર સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. આ સંઘર્ષ બાદ PP14 એરિયામાં મેજર જનરલ સ્તરની વાતચીત થઈ, જે મોડી રાત સુધી ચાલી. પરંતુ વિદેશ મંત્રી એસ. જયશંકર મુજબ, આ વાતચીત કોઈ પરિણામ વગર પૂરી થઈ. આજે ચાર ચરણની વાતચીત થવાની છે. જોકે, ભારતના ક્ષેત્રમાં સૈનિકોના મૃતદેહ ઉઠાવવામાં કોઈ મુશ્કેલી નથી ઊભી થઈ. બીજી તરફ, ચીનીઓને પોતાના ઘાયલ સૈનિકોને પરત લઈ જવા માટે હૅલિકોપ્ટર ઉડાવવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો, ભારત 8મી વાર UNSCનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું, ચીન-પાક. સહિતના દેશોએ આપ્યું સમર્થન

એટલે શું હાલમાં લદાખ સરહદ પર તણાવ ઘણો વધુ હશે?

હા. લદાખ સરહદ પર વિભિન્ન સ્થળો પર તણાવ પહેલા જ ચાલી રહ્યો છે. મે મહિનાથી ભારતીય અને ચીની સૈનિક LAC પર એક-બીજાની સામ-સામે છે. તાજેતરના ઘટનાક્રમે આ તણાવને વધારી દીધો છે, પરંતુ સરહદ પર કોઈ અન્ય સંઘર્ષના રિપોર્ટ નથી મળ્યા.

તો આ બધાનો શું અર્થ થાય છે?

બંને પક્ષની વચ્ચે અલગ-અલગ સ્તરની વાતચીત ચાલી રહી હતી. 10 જૂને મિલિટ્રી કમાન્ડર્સ સ્તરની વાતચીત શરૂ થઈ હતી, જે 10 દિવસ સુધી ચાલવાની હતી. પરંતુ તે પહેલા જ આ હિંસક સંઘર્ષ થઈ ગયો. આ અગાઉ થયેલા તમામ શાંતિપૂર્ણ નિષ્ફળ થઈ ગયા છે. ચીને ગલવાન ઘાટી પર પોતાનો દાવો રજૂ કર્યો છે. ચીને વળતો આરોપ લગાવ્યો છે કે ભારતીય સેનાના કારણે જ હિંસક સંઘર્ષ થયો હતો. પરંતુ એ સત્ય છે કે ચીને જ હુમલો કર્યો હતો. ચીને 45 વર્ષ બાદ ફરીથી ભારતને દગો દીધો છે.

શું ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે?

આમ તો હાલ બંને દેશોની વચ્ચે મિલિટ્રી અને ડિપ્લોમેટિક સ્તરની વાતચીત ચાલી રહી છે. તેથી હાલમાં આ મુદ્દે તાત્કાલીક કંઈ કહેવું ઉતાવળ ગણાશે. હા, જો બીજી વાર ગલવાન જેવો જ હિંસક સંઘર્ષ થશે તો સ્થિતિ બગડી શકે છે.

આ પણ વાંચો, ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ કહ્યું, બંને સમજદાર છે, મતભેદ ઉકેલી લેશે
First published: June 18, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading