Home /News /national-international /India-China Rift: ચીની સૈનિકોને પાછળ ધકેલી આર્મીએ પેન્ગોગ લેકની તમામ પહાડીઓ પર કબજો કર્યો- સૂત્ર

India-China Rift: ચીની સૈનિકોને પાછળ ધકેલી આર્મીએ પેન્ગોગ લેકની તમામ પહાડીઓ પર કબજો કર્યો- સૂત્ર

ચીનની હરકતોને ધ્યાને લઈ ભારતે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. (PTI)

ભારતના વળતા હુમલાથી ચીન ઉશ્કેરાઈ ગયું છે અને તેણે ભારતને 1962થી પણ વધુ ખતરનાક વિનાશની ધમકી આપી

  નવી દિલ્હી/લદાખઃ લદાખ (Ladakh)માં સ્થિત પેન્ગોગ ત્સો લેક (Pangong Lake) પાસે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ (India-China Rift)થી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. 29-30 ઓગસ્ટની રાત્રે ચીની સૈનિકોએ પેન્ગોલ લેકના વિસ્તાર પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો પરંતુ ભારતીય જવાનોએ તેમને પાછળ ધકેલી દીધા. ભારતીય સેના સાથે જોડાયેલા સૂત્રો મુજબ, ભારતીય સેના (Indian Army)એ દક્ષિણ પેન્ગોગ લેકની પાસેની તમામ પહાડીઓ પોતાના કબજામાં લઈ લીધી છે. તેમાં બ્લેક ટૉપ (Black Top) પણ સામેલ છે. ચીનની હરકતોને ધ્યાને લઈ ભારતે પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. હવે ભારત ડિપ્લોમેટિક વાતચીતની સાથે LAC પર ચીનની વિરુદ્ધ આક્રમક વલણ દર્શાવશે.

  અધિકૃત સૂત્રો મુજબ, લદાખમાં ચીને બંને દેશોની વચ્ચે સધાયેલી સહમતિનું પાલન નથી કર્યું. ચીન વાતચીતની આડમાં તે વિવાદાસ્પદ વિસ્તારો પર કબજો ઈચ્છે છે, જ્યાં નોમેન્સ લેન્ડ બનાવવાની સહમતિ સધાઈ છે. પરંતુ ભારતે ચીનના કાવતરાને પારખી જઈને પહેલા જ મહત્વની પહાડીઓ પર પોતાની સ્થિતિ મજૂબત કરવાની યોજના બનાવી. ભારતના વળતા હુમલાથી ચીન મૂંઝવણમાં મૂકાઈ ગયું અને સાથોસાથ ઉશ્કેરાઈ પણ ગયું છે. ચીને ભારતને 1962થી પણ વિનાશની ધમકી આપી છે.

  આ પણ વાંચો, India-China Faceoff: 3 દિવસમાં 2 વાર ઘૂસણખોરીનો પ્રયાસ, જાણો બ્લેક ટૉપ પર કેમ છે ચીનની નજર

  સરકારી સૂત્રોએ બુધવારે News18ને જણાવ્યું કે ચીનની સાથે સરહદ પર તણાવ વધી રહ્યો છે. સૂત્રએ જણાવ્યું કે, અમે તેમના (ચીની) સ્થાનમાં પ્રવેશ નથી કર્યો પરંતુ આપણી પોસ્ટ પર ચીની સૈનિક હાવી છે. સ્થિતિ તણાવપૂર્ણ છે. સૂત્રએ કહ્યું કે, ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરહદ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમને આશા છે કે ચીન હવે શાંતિપૂર્ણ સરહદ સમાધાન માટે પહેલ કરશે.

  આ પણ વાંચો, ‘પાકિસ્તાનનો સરફરાજ અહમદ બન્યો ત્રણેય ફોર્મટમાં બગાસા ખાનારા પહેલો ક્રિકેટર!’
  " isDesktop="true" id="1020837" >

  તાજેતરનો જે વિવાદ થયો છે તે પેન્ગોગ લેકનો દક્ષિણ હિસ્સામાં થયો છે. આ વિવાદાસ્પદ વિસ્તાર બ્લેક ટૉપ પહાડીની નજીક છે, જે ચુશૂલથી 25 કિમી પૂર્વમાં છે. બ્લેક ટૉપ પર જોકે ચીનનું નિયંત્રણ છે, પરંતુ અહીં ભારતીફ સેનાની હાજરીએ તેને પરેશાન કરી દીધું છે. બ્લેક ટૉપની ઊંચાઈથી લગભગ 100 મીટર નીચે ચીની ટેન્ક સ્પષ્ટ જોઈ શકાય છે. ચીની સેનાએ તેને કોઈ પણ એક્શન માટે તૈયાર રાખી છે. બીજી તરફ, ભારતીય સેના એન્ટી ટેન્ક મિસાઇલ સ્પાઇક સિસ્ટમથી સજ્જ છે એટલે કે ઈશારો મળતાં જ T-15 ટેન્કનો ખાતમો બોલાવી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Defence ministry, Galwan valley, India China Conflict, India-China Faceoff, ચીન, ભારત, ભારતીય સેના

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन