પેંગોગ વિસ્તારમાંથી સૈનિકોની પીછેહટ બાદ, આજે ભારત-ચીન વચ્ચે થશે 10મી બેઠક

સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.

સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી.

 • Share this:
  દિલ્હી: ભારત અને ચીન (India-China) ની સેનાના વરિષ્ઠ કમાન્ડર શનિવારે દસમા રાઉન્ડનો ઉચ્ચ સ્તરીય સંવાદ કરશે. જેમાં બંને પક્ષો તરફથી પૂર્વ લદ્દાખના પેંગોંગ તળાવની (pangong lake) ઉત્તરીય અને દક્ષિણ કાંઠેથી સૈન્ય અને સૈન્યના સામાન લઇને પછા હટવાનું કામ પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયાને આગળ વધારવાની ચર્ચા કરશે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, મુખ્ય કમાન્ડર-સ્તરની વાટાઘાટ પૂર્વી લદ્દાખમાં, મોલ્ડો સરહદ બિંદુથી ચીનમાં વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ શરૂ થશે.

  નવ મહિનાના ગતિરોધ બાદ, બંને દેશોના સૈન્ય વચ્ચે સહમતિ બની કે, બંને પક્ષો પેંગોંગ તળાવના ઉત્તરીય અને દક્ષિણ કિનારેથી 'તબક્કાવાર, સંકલિત અને યોગ્ય રીતે' સૈનિકોને પાછા ખેંચશે. સૈન્યને પાછળ લાવવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, પેંગોંગ તળાવ વિસ્તારોમાં સૈનિકોને પાછળ લાવવાની પ્રક્રિયા બંને પક્ષો વચ્ચે સંમતિ પ્રમાણે સમાપ્ત થઈ. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 11 ફેબ્રુઆરીએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, ચીન પેંગોંગ તળાવથી સૈનિકોને પાછા ખેંચીને ફિન્ગર આઠ વિસ્તારના ઉત્તરીય કિનારાની પૂર્વ દિશામાં આગળ વધશે. તેમણે કહ્યું હતું કે, ભારત ફિન્ગર 3 નજીક તેના કાયમી ઠેકાણે ધનસિંહ થાપા ચોકી પર સૈન્ય રાખશે. તેમણે કહ્યું હતું કે, દક્ષિણ ક્ષેત્રમાં બંને પક્ષો દ્વારા સમાન કાર્યવાહી કરવામાં આવશે.

  Covid-19: સ્કૂલો બંધ થવાથી બાળકોની શીખવાની ક્ષમતા પર ગંભીર અસર, 82% બાળકો ગણિતના પાઠ ભૂલ્યા, 92% ભાષાના મામલામાં પાછળ

  સંરક્ષણ પ્રધાને કહ્યું કે, તે સંમતિ છે કે બંને પક્ષોના વરિષ્ઠ કમાન્ડરોની આગામી બેઠક પેંગોંગ તળાવ વિસ્તારમાં સૈન્યની ઉપાડની પ્રક્રિયા પૂર્ણ થયાના 48 કલાકની અંદર અન્ય તમામ મુદ્દાઓને ઉકેલવા બોલાવવામાં આવશે.

  શું છે વિવાદ?

  પેંગોગ લેકના નામથી હવે લગભગ મોટા ભાગના લોકો પરિચિત હશે. લગભગ 14,500 ફુટની ઊંચા પહાડ પર પેંગોગ લેકની પાસે આઠ પહાડો છે જે હાથની આંગળીઓના આકારની છે અને સરહદ પરનો વિવાદ ફિંગર 4થી લઈને ફિંગર 8 સુધીનો છે. ભારતીય સેનાના કબજામાં ફિંગર 4 સુધીનો વિસ્તાર છે જ્યારે ફિંગર 4થી ફિંગર 8 સુધીનો વિસ્તાર બંને સેનાઓનો પેટ્રોલિંગ વિસ્તાર છે.

  ભારત અને ચીન વચ્ચે ફિંગર 4 અને ફિંગર 8ને લઈને તણાવની સ્થિતિ છે.
  Published by:Kaushal Pancholi
  First published: