ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ કહ્યું, બંને સમજદાર છે, મતભેદ ઉકેલી લેશે

News18 Gujarati
Updated: June 18, 2020, 8:46 AM IST
ભારત-ચીન સરહદ વિવાદ પર રશિયાએ કહ્યું, બંને સમજદાર છે, મતભેદ ઉકેલી લેશે
બંને દેશ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં સક્ષમ છેઃ રશિયા

બંને દેશ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં સક્ષમ છેઃ રશિયા

  • Share this:
મૉસ્કોઃ ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક સંઘર્ષ (India-China border faceoff) બાદ રશિયા (Russia) તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. રશિયાએ સ્પષ્ટ કહ્યું છે કે ચીન (China) અને ભારત (India) બંને તેમના દોસ્ત અને અગત્યના સહયોગી છે એવામાં તેઓ આ ઘર્ષણ માટે ચિંતિત તો છે પરંતુ તેમને વિશ્વાસ છે કે મામલો શાંતિથી ઉકેલી લેવાશે. રશિયાએ કહ્યું કે બંને દેશ સમજદાર છે અને તેમનું માનવું છે કે તેના બંને નિકટતમ સહયોગી જાતે જ ઘર્ષણની સ્થિતિને ઉકેલવામાં સક્ષમ છે.

નોંધનીય છે કે, પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે થયેલા ઘર્ષણમાં એક કર્નલ સહિત 20 ભારતીય સૈનિક શહીદ થયા હતા અને આ ઘટનામાં ચીનના પણ 43 સૈનિક હતાહત થયા છે. રશિયાના રાષ્ટ્રપ્રમખના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને કહ્યું કે, અમે નિશ્ચિત રૂપે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છીએ કે ચીની-ભારતીય સરહદ પર શું થઈ રહ્યું છે. અમારું માનવું છે કે આ ખૂબ જ ચિંતાજનક રિપોર્ટ છે. રશિયા સમાચાર એજન્સી તાસે પેસકોવના હવાલાથી જણાવ્યું કે, પરંતુ અમારું માનવું છે કે બંને દેશ ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને ટાળવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં સક્ષમ છે. પ્રવક્તાએ કહ્યું કે ચીન અને ભારત રશિયાના નિકટતમ સહયોગી છે અને પારસ્પરિક સન્માનના આધાર પર બનેલા (રશિયાની સાથે) ખૂબ નિકટતમ સંબંધ છે.


આ પણ વાંચો, 1967થી લઈને 2020 સુધી, ભારત-ચીન વચ્ચે કયા કારણે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ?


અમેરિકાએ પણ શાંતિ સ્થાપિત થવાની આશા વ્યક્ત કરી

બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકા પૂર્વ લદાખમાં ભારત અને ચીનની સેનાઓની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તે આશા રાખે છે કે વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીનની સેનાઓની વચ્ચે સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો, ભારત 8મી વાર UNSCનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું, ચીન-પાક. સહિતના દેશોએ આપ્યું સમર્થન
First published: June 18, 2020, 8:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading