ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ

News18 Gujarati
Updated: June 17, 2020, 7:47 AM IST
ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ
કેટલાક લોકોને ગેરસમજ છે કે ભારતની સેનાની તાકાત ચીનથી વધુ છેઃ ગ્લોબલ ટાઇમ્સ

કેટલાક લોકોને ગેરસમજ છે કે ભારતની સેનાની તાકાત ચીનથી વધુ છેઃ ગ્લોબલ ટાઇમ્સ

  • Share this:
નવી દિલ્હીઃ ભારત અને ચીન (India China Faceoff) વચ્ચે થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા છે, બીજી તરફ, ચીનના પણ 43 જેટલા સૈનિકો હતાહત થયા છે. લદાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે થયેલા ઘર્ષણનું ઠીકરું પડોશી દેશે ભારતના માથે ફોડ્યું છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે ચીન અને ભારતની સરહદ પર સતત તણાવનું કારણ ભારતીય સેનાઓનો ઘમંડ અને દુઃસાહસ છે. સૈન્ય ઘર્ષણ બંને દેશોના હિતમાં નથી, અમે લાંબી લડાઈ માટે પૂરી રીતે તૈયાર અને એડવાન્ટેજ પણ અમારી પાસે જ છે.

ગ્લોબલ ટાઇમ્સે પોતાના એડિટોરિયલમાં લખ્યું છે કે બોર્ડરની નજીક ભારતીય સેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે. તેણે ચીનના હિસ્સામાં પણ કેટલુંક નિર્માણ કર્યું છે. તેના કારણે જ બંને પક્ષોની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે, કારણ કે ચીનની સેના ભારતીય સેનાના નિર્માણને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

ગેરસમજે ભારતીય વિચારને પ્રભાવિત કર્યો

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, છેલ્લા કેટલાક વર્ષથી ભારતે બે ગેરસમજના કારણે સરહદના મુદ્દાઓ પર કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. તેમાં પહેલું છે કે અમેરિકાના વધતા દબાણના કારણે ચીન ભારતની સાથે ખટાસ ભર્યા સંબંધ નથી ઈચ્છતા અને એવામાં તેઓ ભારતીય ઉશ્કેરણીનો જવાબ આપવાની ઈચ્છા પણ નથી રાખતા.

આ પણ વાંચો, લદાખની ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાન શહીદ, ચીનના 43 સૈનિક હતાહત

બીજું કેટલાક લોકોને ગેરસમજ છે કે ભારતની સેનાની તાકાત ચીનથી વધુ છે. આ ગેરસમજે ભારતીય વિચારને પ્રભાવિત કર્યો છે અને ચીનને લઈ ભારતની નીતિઓ પર દબાણ કર્યું છે. ચીન અને ભારતની તાકાત વચ્ચે અંતર સ્પષ્ટ છે.

ગાલવાન વેલીમાં ભારત અને ચીનની સેનાની વચ્ચે આ વખતે જે ઘર્ષણ થયું છે તેમાં બંને તરફથી સૈનિકોનાં મોત થયા છે. તેનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલ બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને લઈ ઊભી થયેલી સ્થિતિ નિયંત્રણમાં નથી. આ ઘટના બાદથી અત્યાર સુધી બંને સેનાઓએ સંયમ રાખ્યો છે. એ દર્શાવે છે કે બંને પક્ષ વાતચીતના માધ્યમથી તણાવને ઓછો કરવા માંગે છે. બીજી તરફ, ચીનની સેનાના આ ઘર્ષણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોની સંખ્યાનો ખુલાસો નથી કર્યો જેથી બંને તરફથી સેનાઓની વચ્ચે ફરી કોઈ પ્રકારના ટકરાવ શરૂ ન થઈ જાય.

આ પણ વાંચો, લદાખ : પોઇન્ટ 14થી ચીની સૈનિકોએ ટેન્ટ હટાવવાની ના પાડતા ગલવાન ઘાટીમાં શરૂ થઈ હિંસક ઝડપ
First published: June 17, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading