ચીનનું નરમ વલણ છતાંય ભારત સતર્ક, સરહદ પર વધાર્યા સૈનિકો અને હથિયાર

News18 Gujarati
Updated: June 12, 2020, 8:23 AM IST
ચીનનું નરમ વલણ છતાંય ભારત સતર્ક, સરહદ પર વધાર્યા સૈનિકો અને હથિયાર
ચીન નક્શો રોજ રોજ ફેલાતો જાય છે. એક સમયે જે ચીન ભારતથી દૂર હતું તે આજે લદાખમાં ભારતની આમને સામને આવીને ઊભું છે. ભારત અને ચીનની વચ્ચે લદાખના ગલવાના ખીણમાં સીમા વિવાદ ચાલી રહ્યો હતો. જો કે સોમવાર રાત્રે આ વિવાદ વણસ્યો. લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં બંને સેનાની વચ્ચે હિંસક ઝડપ થઇ. જેમાં ભારતીય સેનાનો એક ઉચ્ચ અધિકારી સમેત બે જવાન શહીદ થયા. બીજી તરફ ચીની મીડિયા પોતાના 5 સૈનિકો ગુમાવ્યા હોવાની વાતો કરે છે. 70ની દશક પછી પહેલી વાર એલએસી પણ ભારતીય જવાને શહાદત મેળવી છે.

ચીનની કોઈ પણ ચાલબાજીનો સામનો કરવા માટે ભારતે પણ તાત્કાલિક LAC પર જવાનોની સંખ્યા વધારી દીધી છે

  • Share this:
બીજિંગઃ ભારત (India) અને ચીન (China)ના વિદેશ મંત્રાલયોએ ગુરુવારે કહ્યું છે કે પૂર્વ લદાખ સરહદ ગતિરોધ (India-China Border Dispute)નું શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે બંને દેશ ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તર પર વાતચીત કરી રહ્યા છે. જોકે સરહદની બીજી તરફ ચીન 4 હજાર કિલોમીટર લાંબી LAC પર લદાખથી લઈને અરુણાચલ સુધી અનેક સૈન્ય ઠેકાણા ઊભા કરી રહ્યું છે. ચીનની કોઈ પણ ચાલબાજીનો સામનો કરવા માટે ભારતે પણ તાત્કાલિક આ વિસ્તારોમાં પોતાના જવાનોની સંખ્યા વધારી દીધી છે અને અન્ય સામગ્રીઓ પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખી દીધી છે.

બીજિંગમાં ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશ હાલમાં જ સધાયેલી સહમતિના આધારે ભારતની સાથે સરહદ પર તણાવ ઘટાડવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવી રહ્યા છે અને કાર્ય કરી રહ્યા છે. જ્યારે નવી દિલ્હીમાં ભાતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષ ગતિરોધનો તાત્કાલિક સમાધાન શોધવા માટે કામ કરવા માટે સહમત થયા છે. જોકે બંને દેશોએ પૂર્વ લદાખમાં ગતિરોધ દૂર કરવા માટે કરવામાં આવેલા કાર્યોની વિગતો નથી આપવામાં આવી. પૂર્વ લદાખમાં ચીન અને ભારતની સેનાઓની વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે ડિપ્લોમેટિક અને મિલિટ્રી ચેનલ દ્વારા સતત વાતચીત ચાલુ છે.

આ પણ વાંચો, Fact Check: શું 15 જૂનથી દેશભરમાં ફરી લૉકડાઉન લાગુ થશે?

ચીનનું વલણ નરમ પરંતુ હરકતો ઠીક નથી!

ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગે ગુરુવારે કહ્યું કે, હું માત્ર એ વાતની પુષ્ટિ કરી શકીશ કે ચીન-ભારત સરહદના પશ્ચિમી હિસ્સામાં સ્થિતિનું યોગ્ય રીતે સમાધાન શોધવા માટે ચીન અને ભારતે પ્રભાવી સંવાદ કર્યો છે તથા એક સહમતિ સધાઈ છે.
હાલ, બંને પક્ષ સરહદ પર હાલની સ્થિતિમાં સુધાર લાવવા માટે સહમતિના અનુરૂપ કાર્ય કરી રહ્યા છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી પર તણાવ ઘટવા માટે બંને દેશો દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોની વિગત વિશે પૂછાતાં તેમણે કહ્યું કે, ગ્રાઉન્ડ લેવલે સ્થિતિ વિશે મારી પાસે વધુ કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો, કોરોનાના કારણે ISROના ગગનયાન અને ચંદ્રયાન-3 સહિત અનેક પ્રોજેક્ટ્સમાં થઈ શકે છે વિલંબ
First published: June 12, 2020, 8:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading