સરહદ વિવાદઃ વિદેશ મંત્રાલયનું નિવેદન, ભારત-ચીન શાંતિપૂર્ણ રીતે સમસ્યા ઉકેલવા તૈયાર

News18 Gujarati
Updated: June 7, 2020, 11:07 AM IST
સરહદ વિવાદઃ વિદેશ મંત્રાલયનું નિવેદન, ભારત-ચીન શાંતિપૂર્ણ રીતે સમસ્યા ઉકેલવા તૈયાર
ભારત (India) અને ચીન (China)ના સૈનિકો (Soliers)ની વચ્ચે સોમવારે રાત્રે થયેલી હિંસક અથડામણ (Violent Clash) સતત સાત કલાક સુધી ચાલી હતી. જેની શરૂઆત સાંજે 7 વાગ્યાની આસપાસ થઇ હતી. આ સમયે શહીદ કર્નલ સંતોષ બાબુની ટુકડી પેટ્રોલ પોઇન્ટ 14 પર પહોંચી હતી. જ્યાં ચીની સેનાએ પોતાનો ડેરો નાંખ્યો હતો. ભારતીય સૈનિક પ્રોટોકૉલ હેઠળ હથિયાર સાથે નહતા લઇ ગયા. સીમા પર બંને તરફના જવાન સામાન્ય રીતે બંદૂક સાથે નથી રાખતા. અને રાખે તો પણ તેમની બંદૂક પીઠ પર અને ગોળી મેગજીન ખિસ્સામાં.

ભારત અને ચીન સમસ્યાને ઉકેલવા અને સરહદી વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યમાં પણ વાતચીત ચાલુ રાખશે

  • Share this:
નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (Ladakh)માં ભારત-ચીન સરહદ પર વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે વિવાદ ઉકેલાતો હોય એવું લાગી રહ્યું છે. ભારત (India) અને ચીન (China)ની વચ્ચે શનિવારે સૈન્ય સ્તરીય વાતચીત સકારાત્મક રહી. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશ શાંતિપૂર્ણ રીતે સમસ્યાના સમાધાન માટે સહમત થઈ ગયા છે. સાથોસાથ કહેવામાં આવ્યું કે બંને દેશોની વચ્ચે સૈન્ય અને ડિપ્લોમેટિક સ્તરે વાતચીત ચાલુ રહેશે.

વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશોની વચ્ચે સારા માહોલમાં વાતચીત થઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંને દેશ અનેક દ્વિપક્ષીય સમજૂતી હેઠળ સરહદની સ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરશે. દ્વિપક્ષીય સંબંધો અને બોર્ડર વિસ્તારના વિકાસ માટે શાંતિ જરૂરી છે. બંને પક્ષ સમસ્યાને ઉકેલવા અને સરહદી વિસ્તારમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે આગળ પણ વાતચીત ચાલુ રાખશે.


આ પણ વાંચો, રાહતના સમાચાર! ભારતમાં સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ ખતમ થવાનો દાવોનોંધનીય છે કે, બંને દેશોના અધિકારીઓ વચ્ચે શનિવારે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ભારત-ચીનના મિલિટ્રી કમાન્ડરોની વચ્ચે લગભગ 5 કલાક સુધી વાતચીત થઈ. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટેનન્ટ જનરલ હરિન્દર સિંહે કર્યું, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ સૈન્ય જિલ્લા કમાન્ડરે કર્યું.

આ પણ વાંચો, Jio ગ્રાહકોને મોટી ગિફ્ટ! કોઈ ચાર્જ વગર 1 વર્ષ માટે મેળવો Disney+ Hotstar VIP સબ્સક્રિપ્શન
First published: June 7, 2020, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading