India-China Talks: ભારત-ચીન વચ્ચે 12 કલાક સુધી ચાલી મંત્રણા, પૂર્વ લદાખમાં સૈન્ય વાપસી પર થઈ વાત

ભારત-ચીન વચ્ચેની મંત્રણામાં પૂર્વ લદાખમાં હોટ સ્પિંગ્સ, ગોગરા અને દેપાસાંગ જેા ક્ષેત્રોથી પણ સૈનિકોને પરત બોલાવવાની વાત પર ચર્ચા થઈ

ભારત-ચીન વચ્ચેની મંત્રણામાં પૂર્વ લદાખમાં હોટ સ્પિંગ્સ, ગોગરા અને દેપાસાંગ જેા ક્ષેત્રોથી પણ સૈનિકોને પરત બોલાવવાની વાત પર ચર્ચા થઈ

 • Share this:
  નવી દિલ્હી. ભારત (India) અને ચીન (China)ની વચ્ચે છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે સરહદ પર સતત સૈન્ય કમાન્ડર સ્તરની મંત્રણા ચાલી રહી છે. બંને દેશોની વચ્ચે સરહદ વિવાદ (India China Border Dispute) ઉકેલવા માટે શનિવારે 10મા ચરણની સૈન્ય મંત્રણા યોજવામાં આવી. મોલ્દો બોર્ડર પર 12 કલાક સુધી ચાલેલી ભારત-ચીન મંત્રણા દરમિયાન પૂર્વ લદાખ (East Ladakh)માં હોટ સ્પિંગ્સ, ગોગરા અને દેપાસાંગ જેા ક્ષેત્રોથી પણ સૈનિકોને પરત બોલાવવાની વાત કહેવામાં આવી. નોંધનીય છે કે બંને પક્ષોની વચ્ચે આ મંત્રણા ત્યારે થઈ છે જ્યારે પેન્ગોગ લેક (Pangong Tso Lake) ના ઉત્તર અને દક્ષિણ કિનારાથી ભારત અને ચીનના સૈનિકો, યુદ્ધ વાહનો અને શસ્રોત સહિત અન્ય યુદ્ધ ઉપકરણોને હટાવવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.

  મળતી જાણકારી મુજબ, બંને દેશોની વચ્ચે બેઠક સવારે 10 વાગ્યે નિયંત્રણ રેખા પર ચીન તરફના માલ્દો સરહદી ક્ષેત્રમાં શરૂ થઈને રાત્રે લગભગ 9:45 વાગ્યે પૂરી થઈ. ભારત તરફથી સરહદ પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ જેવા ક્ષેત્રોમાં પણ તેજ ગતિથી સૈન્ય વાપસી પર ભાર મૂકવામાં આવ્યો. નોંધનીય છે કે અગાઉની બેઠક બાદ બંને દેશોએ પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારા ક્ષેત્રોથી પોતપોતાના સૈનિકોને પરત બોલાવી દીધા હતા.

  આ પણ વાંચો, India-China Face Off: ચીનનું કબૂલનામું- ગલવાનના હિંસક ઘર્ષણમાં તેમના 4 સૈનિક માર્યા ગયા હતા

  બંને દેશોની વચ્ચે ગયા વર્ષે પેન્ગોગ લેક ક્ષેત્રમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ સૈન્ય ગતિરોધ શરૂ થયો હતો અને પછી દરરોજ બદલાતા ઘટનાક્રમમાં બંને પક્ષોએ મોટી સંખ્યામાં સૈનિકો તથા ઘાતક શસ્ર્લ સરંજામની તૈનાતી કરી દીધી હતી. ગતિરોધના લગભગ પાંચ મહિના બા દ ભારતીય સૈનિકોએ કાર્યવાહી કરતાં પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા ક્ષેત્રમાં મુખપારી, રેચિલ લા અને મગર હિલ ક્ષેત્રોમાં સામરિક મહત્વ્તની અનેક પર્વતની ચોટીઓ પર તૈનાતી કરી દીધી હતી.

  આ પણ વાંચો, Covid-19: સ્કૂલો બંધ થવાથી બાળકોની શીખવાની ક્ષમતા પર ગંભીર અસર, 82% બાળકો ગણિતના પાઠ ભૂલ્યા, 92% ભાષાના મામલામાં પાછળ

  નવમા ચરણની સૈન્ય મંત્રણામાં ભારતે વિશેષ કરીને પેન્ગોગ લેકના ઉત્તર ક્ષેત્રમાં ફિંગર 4થી ફિંગર 8 સુધીના ક્ષેત્રોથી ચીની સૈનિકોની વાપસી પર ભાર મૂક્યો હતો. બીજી તરફ ચીને પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર સામરિક અગત્યની ચોટીઓથી ભારતીય સૈનિકોની વાપસી પર ભાર મૂક્યો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: