ભારતની મોટી સફળતા: પૂર્વ લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો કબ્જો

News18 Gujarati
Updated: September 20, 2020, 9:21 PM IST
ભારતની મોટી સફળતા: પૂર્વ લદ્દાખમાં ફિંગર-4 પાસે 6 નવી પહાડીઓ ઉપર કર્યો કબ્જો
ફાઈલ તસવીર

ભારતીયે સેનાએ 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે છ નવી ઉંચાઈઓ ઉપર કબ્જો કરી લીધો છે.

  • Share this:
 નવી દિલ્હીઃ ભારતીય સેનાએ છેલ્લા ત્રણ સપ્તાહમાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર છ નવા પ્રમુખ વિસ્તારો ઉપર કબ્ઝો કરી દીધો છે. એક સત્તાવાર સૂત્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ભારતીયે સેનાએ 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે છ નવી ઉંચાઈઓ ઉપર કબ્જો કરી લીધો છે. આપમા સૈનિકો દ્વારા કબ્જો કરવામાં આવેલા નવા પહાડી વિસ્તારોમાં પહાડી, ગુરંગ હિલ, રેસેન લા, રેજાંગ લા, મોખપારી અને ચીની પદો ઉપર પ્રમુખ ઉંચાઈનો સમાવેશ થાય છે. જે ફિંગર-4 નજીક છે.

અધિકારીએ જાણાકરી આપતા જણાવ્યું હતું કે, આ પહાડી ક્ષેત્ર સુપ્ત અવસ્થામાં હતા. આ પહેલા પીપુલ્સ લિબરેશન આર્મીએ અહીં કબ્જો કરવાની કોશિશ કરી હતી. જોકે, હવે ભારતીય સેનાએ ચીની સેના સામે આ વિસ્તારમાં કબ્જો કરી લીધો છે. અધિકારીએ જણાવ્યું કે હવે આ વિસ્તારોમાં ભારતીય સેનાએ પોતાની બઢત બનાવી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે ચીની સેનાની ઊંચાઈઓ ઉપર કબ્જો કરવાની કોશિશને નાકામ કરતા પૈંગોંગના ઉત્તરી તટની ઝીલના દક્ષિણી કિનારા સુધી ઓછામાં ઓછા ત્રણ વખત હવામાં ફાયરિંગ કરી હતી.

સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે બ્લેક ટોપ અને હેલમેટ ટોપ હિલ ફિચર્સ એલએસી ઉપર ચીન તરફ છે જ્યારે ભારતીય પક્ષ દ્વારા કબ્જે થયેલા ઉંચાઈવાળા વિસ્તારો એલએસી ઉપર ભારતીય ક્ષેત્રમાં છે. ભારતીય સેના દ્વારા ઊંચાઈ ઉપર કબ્જા બાદ ચીની સેનાએ પોતાની સંયુક્ત હથિયારોની બ્રિગેડના લગભગ 3000 વધારાની ટુકડીઓ તૈનાત કરી લીધી છે. જેમાં રેજાંગ લા અને રેચેન લા હાઈટ્સ પાસે પોતાની થળ સેના અને બખ્તરબંધ સૈનિકોનો સમાવે થાય છે.

આ પણ વાંચોઃ-Tata Groupએ corona ટેસ્ટ કિટ, ઓછા સમયમાં આપશે સટીક પરિણામ, ખર્ચ પણ ઓછો થશે

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશોચીની સેનાની મોલ્દો ગૈરીસનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા છેલ્લા કેટલાક સપ્તાહમાં વધારાના સૈનિકોની સાથે સંપૂર્ણ પણે સક્રિય થઈ ગઈ છે. ચીનના ઉશ્કરણી જનક વ્યવહાર બાદ ભારતીય સુરક્ષા દળ ઘનિષ્ઠ સમન્વયની સાથે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાર, રક્ષા સ્ટાફના પ્રમુખ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાનેની દેખરેખ હેઠળ આ ઓપરેશન કર્યું છે.


ભારત અને ચીન વચ્ચે પેંગોન્ગ ત્સો ઝીલની પાસે મોટા સંઘર્ષવાળા વિસ્તાર છે. આ નોર્થથી લઈને લદ્ધાખ ચુશુલ વિસ્તાર સુધી અનેક અન્ય ઘર્ષણ બિન્દુ છે.
Published by: ankit patel
First published: September 20, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading