ભારતે પાકિસ્તાન તરફ જતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરી

News18 Gujarati
Updated: March 1, 2019, 11:18 AM IST
ભારતે પાકિસ્તાન તરફ જતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરી
પ્રતિકાત્મક તસવીર

ભારતીય રેલ્વેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય રેલ્વેએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન બંધ કરવાનો નિર્ણય લીધો છે. જમ્મુ અને કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી આ ટ્રેનમાં પ્રવાસીઓ ઘટ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પણ તેના તરફી આ ટ્રેન ચલાવવા પર રોક લગાવી છે. કેમ કે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ છે.

આધારભૂત સુત્રોએ જણાવ્યું કે, તાજેતરમાં સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં પાકિસ્તાન તરફથી એક પણ પ્રવાસી આવતા નથી. આથી આ ટ્રેન ચલાવવાનો કોઇ મતલબ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરશે પછી આ ટ્રેન શરૂ કરીશું”.

એક અંદાજ મુજબ, ભારત અને પાકિસ્તાને આ બંને દેશને જોડતી ટ્રેનને બંધ કરતા 40થી વધારે પ્રવાસીઓ ફસાય ગયા હતા.

આ સ્ટોરી પણ વાંચો: જમ્મુ-કાશ્મીરનાં હંદવાડા સેક્ટરમાં અથડામણમાં બે આતંકી ઠાર

આ પહેલા બુધવારે ત્યાંથી ચાલનારી સમજૌતા એક્સપ્રેસ રદ કરી નાખી હતી. જેના કારણે અટારી જાનારા યાત્રીઓ ફસાયા હતા.પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના પગલે પાકિસ્તાનમાં તમામ હવાઈ સેવા બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે લાહોરમાં સમજૌતા એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવને હળવું કરવા માટે પાકિસ્તાન ભારતનાં વાયુસેનાનાં પાયલોટ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી દીધી છે અને આજે આ પાયલોટ ભારત પહોંચશે.

આ સ્ટોરી પણ વાંચો: વિંગ કમાન્ડર અભિનંદન આજે વાઘા બોર્ડરથી ભારત પરત ફરશે 

 
First published: March 1, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading