દેશનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું કે, ભારતમાં આવીને લગ્ન કરી અને વિદેશ ગયા પછી તે દેશમાં પત્નિને તરછોડી દેનારા 45 એન.આર.આઇનાં પાસપોર્ટ સરકારે રદ કર્યા છે.
નવી દિલ્હી: વિદેશમાં લગ્ન કરીને પત્નિઓને તરછોડી દેનારા નોન-રેસીડેન્ટ ઇન્ડયન્સ (NRI) માટે માઠા સમાચાર આવ્યા છે. દેશનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું કે, ભારતમાં આવીને લગ્ન કરી અને વિદેશ ગયા પછી તે દેશમાં પત્નિને તરછોડી દેનારા 45 એન.આર.આઇનાં પાસપોર્ટ સરકારે રદ કર્યા છે.
મેનકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ધી ઇન્ટગ્રેટેડ નોડલ એજન્સીને આ મામલે લૂક આઉટ નોટિસ ઇશ્યુ કરવાની જવાબદારી આપવામાં આવી છે અને જે લોકોએ તેમને પત્નિઓ તરછોડી દીધી છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહીનાં ભાગરૂપે જ 45 એન.આર.આઇનાં પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે.
આ એજન્સીનાં ચેરપર્સન તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સચિવ રાકેશ શ્રીવાસ્તવ છે.
મેનકા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં બિલ રજૂ કર્યુ છે અને વિદેશમાં તરછોડાયેલી ભારતીય નારીઓને ન્યાય અપવવા માટે કદમ ઉઠાવવામાં આવ્યુ છે. પણ દુખની વાત એ છે કે, આ બિલને અટકાવી દેવામાં આવ્યુ છે.
આ બિલમાં બિન નિવાસી ભારતીયો માટે ભારતમાં લગ્ન કરે ત્યારે નોંધણી કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.
આ બિલ મહિલા અને બાળ વિકાસ, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કાયદા વિભાગ દ્વારા લાવવામાં આવ્યુ છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર