હવે દુશ્મનોની જાણ બહાર લદાખ પહોંચી જશે ભારતીય સેના, સરકાર બનાવી રહી છે નવો રસ્તો

હવે દુશ્મનોની જાણ બહાર લદાખ પહોંચી જશે ભારતીય સેના, સરકાર બનાવી રહી છે નવો રસ્તો
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    લદાખ બોર્ડર (Ladakh Border) પર સેના જલ્દી પહોંચી શકે તે માટે ભારતે એક નવા રસ્તાનું નિર્માણ કરવા જઇ રહી છે. મનાલી (Manali) અને લેહ (Leh)ની વચ્ચે આ રસ્તો બનાવવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઇ પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ભારત લદાખથી અન્ય સેક્ટર્સની કનેક્ટિવિટી સુધારવા માટે તેજીથી આ પર કામ ચાલી રહ્યું છે. રણનીતિની રીતે પણ આ વિસ્તારોમાં જલ્દી સેના પહોંચી શકે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

    સરકારના એક સુત્રએ એએનઆઇને જણાવ્યું કે મનાલીથી લેહની વચ્ચે વૈકલ્પિક કનેક્ટિવિટી માટે એજન્સીઓ કામ કરી રહી છે. નવા રસ્તા દ્વારા સેના ઝડપથી લદાખ પહોંચી શકશે. હાલ શ્રીનગરથી જોજિલા પાસે અને અન્ય રસ્તા દ્વારા સેના લદાખનો રસ્તો પસાર કરે છે. આ નવો રસ્તો બનતા ત્રણથી ચાર કલાકનો સમય બચી જશે. સાથે જ વિપક્ષી દેશ પાકિસ્તાન અને ચીન સેના આ મુવમેન્ટ પર નજર નહીં રાખી શકે. આ રૂટ દ્વારા સેના ટેન્ક અને હથિયાર સરળતાથી પહોંચાડી શકશે.



    ઉલ્લેખનીય છે કે દ્રાસ-કારગિલ-લેહનો રસ્તો પાકિસ્તાનીઓ દ્વારા 1999માં કારગિલ યુદ્ધના સમયે ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. અને આ વિસ્તારમાં તે સમયે પાકિસ્તાન તરફથી ભારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે નવા રસ્તાનું કામ શરૂ થઇ ચૂક્યું છે.



    ઉલ્લેખનીય છે કે ચાર મહિનાથી ભારત અને ચીનની વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. લદાખ બોર્ડર પર હાલ પણ ભારતીય સેના દિવસ રાત ખડે પગે ઊભી છે. લદાખ બોર્ડ પર ભારતનું પહેલા કરતા ફોકસ વધાકે છે. ભારત આ ક્ષેત્રાં લાંબા સમયનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેથી ગલવાન ખીણમાં જે બે સેના વચ્ચે હિંસક ઝડપ જેવી સ્થિતિ બને તો ભારતીય સેના ઝડપી ત્યાં પહોંચી શકે. હાલ પણ ચીની સેનાએ પીછેહટ નથી કરી. અને ભારત માટે ચીનની સેનાને પાછી કરવી હાલ મોટી ચેલેન્જ સમાન છે.
    Published by:Chaitali Shukla
    First published:August 19, 2020, 18:27 pm

    ટૉપ ન્યૂઝ