UNHRCમાં ભારતની મોટી જીત, કાશ્મીર મુદ્દે પાક.ને બીજા દેશોનો સાથ ન મળ્યો
News18 Gujarati Updated: September 20, 2019, 9:15 AM IST

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ તસવીર)
પાકિસ્તાનને આ મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠનના 57 દેશોનું પણ સમર્થન નથી મળ્યું
- News18 Gujarati
- Last Updated: September 20, 2019, 9:15 AM IST
જિનેવા : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) મુદ્દે ભારત (India)ની વિરુદ્ધ દુનિયાને ગેરમાર્ગે દોરવાનો પાકિસ્તાન (Pakistan)નો પ્રયાસ ફરી એકવાર નિષ્ફળ રહ્યો છે. ગુરુવાર એટલે કે 19 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કાશ્મીર પર પ્રસ્તાવ રજૂ કરવાનો અંતિમ દિવસ હતો, પરંતુ પાકિસ્તાન તેના માટે જરૂરી મત એકત્ર ન કરી શક્યું. સૂત્રો મુજબ, પાકિસ્તાનને કાશ્મીર પર પ્રસ્તાવને મોટાભાગના દેશોએ સાથ આપવાનો ઇન્કાર કરી દીધો.
જિનેવામાં ચાલી રહ્યું છે UNHRCનું 42મું સત્ર
પાકિસ્તાનને UNHRCમાં આ પ્રસ્તાવને રજૂ કરવા માટે ઓછામાં ઓછા 16 દેશોનો સાથ જોઈતો હતો. પાકિસ્તાન અને ઈમરાન ખાન (Imran Khan) સમગ્ર દુનિયાની સામે ભલે કાશ્મીરને લઈ ખોટા તથ્ય રજૂ કરી રહ્યું હોય, પરંતુ દુનિયા પાકિસ્તાનની વાસ્તવિક્તા જાણી ગઈ છે, અને તેથી પાકિસ્તાનનો સાથે નથી આપી રહ્યા. હાલમાં જિનેવામાં UNHRCનું 42મું સત્ર ચાલી રહ્યું છે. પાકિસ્તાન ન્યૂનતમ સમર્થન મેળવવામાં પણ નિષ્ફળ રહ્યું.
UNHRCમાં ભારતના સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનને આપ્યો જવાબ
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં કાશ્મીર મુદ્દે ચર્ચા દરમિયાન ભારતની સચિવ કુમમ મિની દેવીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અમારો નિર્ણય ભારતના સાર્વભૌમ અને આંતરિક મામલો છે. અમારા નિર્ણયને ખોટી રીતે રજૂ કરીને પાકિસ્તાન વિસ્તારને લઈ પોતાની નિયત છુપાવી નહીં શકે. ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનના વિસ્તારોના સંદર્ભમાં વાત થવી જોઈએ. લોકોનું ગુમ થવું, કસ્ટડીમાં દુષ્કર્મની ઘટના, કસ્ટડીમાં હત્યાની ઘટના, ત્રાસ આપવો, સામાજિક કાર્યકર્તા અને પત્રકારોના માનવાધિકારોનું ઉલ્લંઘન ત્યાં સામાન્ય વાત છે.
મુસ્લિમ દેશોએ પણ સાથ ન આપ્યો
પાકિસ્તાનને આ મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠનના 57 દેશોનું પણ સમર્થન પણ નથી મળ્યું. ભારતની વિરુદ્ધ કાશ્મીર પર પ્રસ્તાવ લાવનારા પાકિસ્તાનનું વધુ એક કાવતરું નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાની ડિપ્લોમેટ ગુસ્સામાં UNHRC પરિસરથી બહાર આવી ગયા.
આ પણ વાંચો, USમાં PM મોદીના કાર્યક્રમને નિશાન બનાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

આ પણ વાંચો, Howdy Modi ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે મોટી જાહેરાત કરશે!
Kumam Mini Devi:Let me turn to Pakistan occupied Kashmir&territories under Pak control,cases of enforced disappearances,custodial rapes,murders&torture of civil rights activists&journalists are common practices adopted to silence voices against govt&deep state in Gilgit-Baltistan https://t.co/mZ5LznHkEc
— ANI (@ANI) September 19, 2019