લૉકડાઉનની અસર દેખાવા લાગી, ઝડપથી નથી વધી રહી દર્દીઓની સંખ્યાઃ સરકારી સૂત્ર

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો મુજબ, સોશિયલ ડિસ્ટન્ટિંગના ફાયદા જોવા મળી રહ્યા છે, 10 દિવસની અંતર દૃશ્ય સ્પષ્ટ થઈ જશે

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો મુજબ, સોશિયલ ડિસ્ટન્ટિંગના ફાયદા જોવા મળી રહ્યા છે, 10 દિવસની અંતર દૃશ્ય સ્પષ્ટ થઈ જશે

 • Share this:
  સ્નેહા, નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus) ના કારણે લાગુ 21 દિવસના લૉકડાઉનનો આજે બીજો દિવસ છે. અત્યારથી જ તેના ફાયદા જોવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) ના સૂત્રો મુજબ, સોશિયલ ડિસ્ટન્ટિંગ (Social Distancing)ના ફાયદા જોવા મળી રહ્યા છે અને આ જ કારણ છે કે નવા દર્દીઓની સંખ્યા ઝડપથી નથી વધી રહી. આ ઉપરાંત સંક્રમિત લોકોની સંખ્યા કેટલાક ખાસ રાજ્યોમાંથી જ છે. ખાસ વાત એ છે કે ભારતમાં મોતની સંખ્યા પણ દુનિયાના બાકી દેશોની તુલનામાં ઝડપથી નથી વધી રહી. આ આંકડાઓથી આશાઓ બંધાણી છે. સૂત્રોનું કહેવું છે કે દૃશ્ય 10 દિવસની અંતર સ્પષ્ટ થઈ જશે.

  આ છે અસલી કારણ

  સૂત્રોનો દાવો છે કે ભારતમાં દર્દીઓની સંખ્યા એટલા માટે ઝડપથી નથી વધી રહી કારણ કે અહીં સંક્રમણ રોગ પ્રબંધન (Infectious disease management) ખૂબ મજબૂત છે. જ્યારે અમેરિકા અને ઈટલીમાં આવું નથી. આ બંને દેશ લાઇફસ્ટાઇલ બીમારીઓથી વધુ પરેશાન છે. જ્યારે ભારતના છેલ્લા અનેક વર્ષોથી સંક્રામક બીમારીઓની ખેતમ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેનો ફાયદો મળી રહ્યો છે. જોકે સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક દૃશ્ય ઓછામાં ઓછા 10 દિવસમાં સ્પષ્ટ થશે.

  WHOએ ભારતના વખાણ કર્યા

  નોંધનીય છે કે, કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર સાંજે 21 દિવસના ઐતિહાસિક લૉકડાઉનની જાહેરાત કરી. તેમના આ સાહસિક પગલાના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વખાણ કર્યા અને કહ્યું કે સંકટના આ સમયમાં ભારતે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. WHOએ કહ્યું કે કોરોનાના બીજા સ્ટેજ પર હોવાના કારણે ભારત અનેક ઉપાય કરી રહ્યું છે. WHOએ એમ પણ કહ્યું કે આ પ્રયાસ ખૂબ જ સારા છે, પરંતુ આ મહામારીને રોકવા માટે વધારાના જરૂરી ઉપાયોની પણ જરૂર પડશે, નહીં તો તે ફરીથી પરત ફરી શકે છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસઃ ન્યૂયોર્કમાં ટ્રકોને મડદાઘર બનાવવાની તૈયારી, ખડકાઈ શકે છે લાશોનો ઢગ

  ભારતમાં કોરોનાના તાજા આંકડા

  ભારતમાં કુલ સંક્રમિતનો સંખ્યા 613 થઈ ગઈ છે. બીજી તરફ, અત્યાર સુધી આ વાયરસથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદમાં 85 વર્ષની વૃદ્ધાનું બુધવાર મોડી રાત્રે અવસાન થયું. ગુજરાતના આરોગ્ય વિભાગ મુજબ, મહિલા થોડા દિવસો પહેલા જ વિદેશથી પરત ફરી હતી અને કોરોના પોઝિટીવ હોવાનું બહાર આવ્યું હતું. 22 માર્ચે તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો, કોરોના સંકટ વચ્ચે SBIએ કરી મોટી જાહેરાત, ઘરે બેઠા હવે ફોન પર મળશે આ જરૂરી સુવિધાઓ
  Published by:Mrunal Bhojak
  First published: