ભારત 8મી વાર UNSCનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું, ચીન-પાક. સહિતના દેશોએ આપ્યું સમર્થન

News18 Gujarati
Updated: June 18, 2020, 7:37 AM IST
ભારત 8મી વાર UNSCનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું, ચીન-પાક. સહિતના દેશોએ આપ્યું સમર્થન
ભારત UNSCના 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાના અસ્થાયી સભ્ય તરીકે કામ કરશે

ભારત UNSCના 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાના અસ્થાયી સભ્ય તરીકે કામ કરશે

  • Share this:
સંયુક્ત રાષ્ટ્રઃ ભારત (India)ને બુધવાર 8મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય ચૂંટી લેવામાં આવ્યું છે. ભારત 2021-22 કાર્યકાળ માટે એશિયા-પ્રશાંત શ્રેણીથી અસ્થાયી સીટ માટે ઉમેદવાર હતું. ભારતની જીત એટલા માટે નક્કી માનવામાં આવી રહી હતી, કારણ કે તે સમૂહની એકમાત્ર સીટ માટે એકમાત્ર ઉમેદવાર હતું. ચીન (China) અને પાકિસ્તાન (Pakistan) સહિત 55 સભ્યોવાળા એશિયા-પ્રશાંત સમૂહે ભારતની ઉમેદવારીને સમર્થન કર્યું હતું, જેના કારણે ભારતને નિર્વિરોધ ચૂંટી લેવાયું.

ભારત હવે UNSCના 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાના અસ્થાયી સભ્ય તરીકે કામ કરશે. ભારતની સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. જોકે કેનેડાને આ વખતે સફળતા નથી મળી શકી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ જીત બાદ પોતાના વક્તવ્યમાં કહ્યું કે ભારત કુશળ નેતૃત્વ ચાલુ રાખશે અને એક સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે.

ભારતને મળ્યા 184 વોટ

નોંધનીય છે કે, ભારતને કુલ 192 બેલેટ વોટ્સમાંથી 184 વોટ મળ્યા છે. તિરુમૂર્તિએ કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે ભારતને વર્ષ 2021-22 માટે UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવામાં આવ્યું છે. અમને ભારે સમર્થન મળ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી વિનમ્ર અનુભવ કરી રહ્યો છું. તેઓએ કહ્યું કે ભારતનું ફરી એકવાર UNSCમાં ચૂંટી આવવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વૈશ્વિક નેતૃત્વને મજબૂત કરે છે, ખાસ કરીને કોરોના મહામારી જેવા કઠીન સમયમાં.

આ પણ વાંચો, 1967થી લઈને 2020 સુધી, ભારત-ચીન વચ્ચે કયા કારણે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ?
નોંધનીય છે કે, UNSCમાં દર બે વર્ષના કાર્યકાળ માટે કુલ 10માંથી 5 અસ્થાયી સભ્યો માટે ચૂંટણી થાય છે. આ 10 સીટો ક્ષેત્રીય આધાર પર આપવામાં આવે છે. પાંચ સીટો આફ્રિકા અને એશિયાના દેશો માટે, એક પૂર્વ યૂરોપિયન દેશો, બે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો અને બે પશ્ચિમ યૂરોપ અને અન્ય દેશો માટે વિતરત કરવામાં આવી છે.

આ પણ વાંચો, સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં સલખાન ખાન સહિત 8 વિરુદ્ધ કેસ નોંધાયો
First published: June 18, 2020, 7:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading