અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા બાંગ્લાદેશે કહ્યું - ભારત સંબંધ ખરાબ કરનાર ગતિવિધીઓ રોકે

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા બાંગ્લાદેશે કહ્યું - ભારત સંબંધ ખરાબ કરનાર ગતિવિધીઓ રોકે
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પહેલા બાંગ્લાદેશે કહ્યું - ભારત સંબંધ કરનાર ગતિવિધીઓ રોકે

અયોધ્યામાં શ્રીરામ મંદિરનું શિલાન્યાસ પાંચ ઓગસ્ટે થશે

 • Share this:
  ઢાકા : ભારતના અયોધ્યા (Ayodhya)માં ભગવાન શ્રીરામ (Sri Ram Temple Construction)નું મંદિર બનવા જઈ રહ્યું છે. આ વિશે બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમને (AK Abdul Momen)ટિપ્પણી કરતા રવિવારે કહ્યું કે ભારતે એવા પગલાંથી બચવું જોઈએ જેના કારણે તેના પાડોશી દેશો સાથે ઐતિહાસિક ગઠબંધનને ધક્કો પહોંચી શકે છે.

  અયોધ્યામાં શ્રીરામ મંદિરનું શિલાન્યાસ પાંચ ઓગસ્ટે થવાનું છે. તેને લઈને બાંગ્લાદેશના રાજનીતિક વિશ્લેષકોનું કહેવું છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના વિપક્ષીઓને આ રાજનીતિક અવસર પ્રદાન કરશે.  બાંગ્લાદેશના વિદેશ મંત્રી મોમેને મંદિર નિર્માણ તરફ ઇશારો કરતા કહ્યું કે બંને દેશના સંબધોને ખરાબ કરવા જોઈએ નહીં. આ કારણે ભારતે કોઈપણ એવા ડેવલપમેન્ટથી બચવું જોઈએ, જેનાથી બાંગ્લાદેશ સાથે સંબંધો ખરાબ થાય.

  આ પણ વાંચો - રશિયાએ પણ છોડ્યો ચીનનો સાથ! S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી રોકી

  ધ હિન્દુ અખબારે મોમેનના હવાલથી લખ્યું કે અમે આને એકબીજાના સંબંધો પર અસર પડવા દઈશું નહીં. જોકે અમે એ પણ વિનંતી કરીએ છીએ કે ભારત એવી કોઈપણ ગતિવિધિને રોકે જે આપણા વચ્ચે સારા અને ઘનિષ્ઠ સંબંધો વચ્ચે ખાઈ ઉભી કરે. બંને દેશોએ આ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે અને હું એ કહેવા માંગીશ કે બંને દેશોએ આ આ દિશામાં પહેલ કરવી જોઈએ. જેથી કોઈપણ પ્રકારના ખરાબ થતા સંબંધને રોકી શકાય.

  મોમેને કહ્યું કે બંને દેશોની એ જવાબદારી છે કે સમાજના બધા વર્ગો પર એક સારા સંબંધોને વધારવા અને એ સુનિશ્ચિત કરવામાં આવે. મોમને પ્રધાનમંત્રી શેખ હસીના અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે ગત સપ્તાહે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ હોવાની વાતને ફગાવી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published:July 27, 2020, 16:10 pm