ભારતે PAKને આપ્યો વળતો જવાબ, 2 જવાનોના બદલે પાકિસ્તાનના 6 સૈનિકોને ઠાર કર્યા

News18 Gujarati
Updated: December 27, 2019, 6:29 PM IST
ભારતે PAKને આપ્યો વળતો જવાબ, 2 જવાનોના બદલે પાકિસ્તાનના 6 સૈનિકોને ઠાર કર્યા
પ્રતિકાત્મક તસવીર

ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા

  • Share this:
નવી દિલ્હી : છેલ્લા ઘણા દિવસોથી એલઓસી(LOC) પર સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહેલા પાકિસ્તાનને (Pakistan) ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ગત રાતથી લઈને અત્યાર સુધી એલઓસી પર પાકિસ્તાનના 4 સૈનિકને ઠાર કર્યા છે. ભારતે પાકિસ્તાનની ત્રણ ચોકીઓ પણ નષ્ટ કરી છે. એક દિવસ પહેલા પણ પાકિસ્તાન સામે હાજીપુર સેક્ટરમાં મોટી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પીઓકેના દવા સેક્ટરમાં 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના ઘણા સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા. 24 કલાકની અંદર ભારતીય સેનાની કાર્યવાહીમાં કુલ 6 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.

ગુરુવારે ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના એક સુબેદાર શહીદ થયા હતા. તેના બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં ભારતીય સેનાના ચાલક સૌરભ કટારા ગ્રેનેડ હુમલામાં શહીદ થયા હતા. સૌરભ કટારાના લગ્ન બે સપ્તાહ પહેલા જ થયા હતા. સૌરભ સેનાની 28 આરઆર રેજિમેન્ટમાં હતા. સૌરભ 3 વર્ષ પહેલા સેનામાં ચાલકના પદ પર ભરતી થયો હતો.

આ પણ વાંચો - ન્યૂઝ18ની બાદશાહત યથાવત્, ફરી એકવાર ભારતીય ભાષાઓમાં ન્યૂઝ પોર્ટલ ટોપ પર

સૌરભ કટારા કુપવાડામાં મંગળવારે રાતે સૈનિક વાહન લઈ જતા સમયે ગ્રેનડ હુમલામાં શહીદ થયો હતો. તેના પાર્થિવ શરીરને ગુરુવારે તેના પૈતૃક ગામમાં લાવવામાં આવ્યો હતો. સૈન્ય સન્માન સાથે સૌરભ કટારાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
First published: December 27, 2019, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading