Home /News /national-international /PM મોદીએ બાઇડન અને કમલા હેરિસ સાથે કરી વાત, કહ્યું- બંને દેશો છે વ્યૂહાત્મક ભાગીદારીના સાથી

PM મોદીએ બાઇડન અને કમલા હેરિસ સાથે કરી વાત, કહ્યું- બંને દેશો છે વ્યૂહાત્મક ભાગીદારીના સાથી

પીએમએ ટ્વિટર પર લખ્યું, "તેમની સફળતા ભારત-અમેરિકન સંબંધો માટે એક ગર્વ અને પ્રેરણાનો વિષય છે, જે ભારત-અમેરિકાના સંબંધો માટે એક મહત્વનો સ્ત્રોત છે."

પીએમએ ટ્વિટર પર લખ્યું, "તેમની સફળતા ભારત-અમેરિકન સંબંધો માટે એક ગર્વ અને પ્રેરણાનો વિષય છે, જે ભારત-અમેરિકાના સંબંધો માટે એક મહત્વનો સ્ત્રોત છે."

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે ફોન પર વાત કરી. આ પહેલા બાઇડનની જીત પર પીએમ મોદી ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. મંગળવારે પીએમએ બાઇડન સાથે ફોન પર વાત કરી અને તેમણે કહ્યું કે અમે ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. અમે વહેંચાયેલ પ્રાથમિકતા અને ચિંતાઓ પર ચર્ચા કરી. કોવિડ -19, જળવાયુ પરિવર્તન અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ જેવા મુદ્દાઓ પર અમે વાત કરી હતી.

    વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ જીત બદલ અભિનંદન આપ્યા હતા. પીએમએ ટ્વિટર પર લખ્યું, "તેમની સફળતા ભારત-અમેરિકન સંબંધો માટે એક ગર્વ અને પ્રેરણાનો વિષય, જે ભારત-અમેરિકાના સંબંધો માટે એક મહત્વનો સ્ત્રોત છે."

    બીજી તરફ, વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાઇડનના વહીવટમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ આગળ વધશે. તેમણે કહ્યું હતું કે તે એક તેવા સમયના સાક્ષી બન્યા છે જ્યારે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં ધરખમ પરિવર્તન આવ્યું હતું. જયશંકરે કહ્યું કે, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે અમે તેમની સાથે કામ કર્યું હતું. હું ઓબામા વહીવટના છેલ્લા તબક્કા દરમિયાન રાજદૂત તરીકે હતો. જ્યારે તેઓ સભ્ય અને ત્યારબાદ સેનેટ વિદેશી સંબંધ સમિતિના અધ્યક્ષ બન્યા ત્યારે પણ અમે એકબીજાને ઓળખતા હતા આમ અમે પહેલેથી તેમને જાણતા હતા. '

    વિદેશ મંત્રી અગ્રણી થિંકટેન્ક 'ગેટવે હાઉસ' દ્વારા આયોજીત એક ઓનલાઇન ચર્ચામાં આ અંગે વાત કરી હતી. જયશંકરે કહ્યું કે, "જ્યારે તેઓ ભારત-અમેરિકન સંબંધોમાં ધરમૂળથી પરિવર્તન લાવ્યાં તે સમયનો ભાગ રહ્યા છે." જયશંકરે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા બાઇડન ભારત કે બંને દેશો માટે કોઈ અજાણ્યા નથી. વચ્ચેના સંબંધથી અજાણ નથી.

    વધુ વાંચો : 'સૂરજ પે મંગલ ભારી' ફિલ્મ જોવા સિનેમા હોલ પહોંચ્યો આમિર ખાન, થયો Troll

    તેમણે કહ્યું, "અમે જ્યાંથી છોડ્યું છે ત્યાં જ તે વેધ પકડશે, તેવો મને વિશ્વાસ છે. અમે છેલ્લા ચાર વહીવટીતંત્રમાં આ જ કર્યું છે." જયશંકરે કહ્યું, "મને લાગે છે કે આ વહીવટમાં પણ આવું જ થશે. '
    " isDesktop="true" id="1047053" >

    તેમણે કહ્યું, "મને વિશ્વાસ છે કે આપણે જ્યાંથી ગયા ત્યાંથી ફરી અમારી ગતિ પ્રાપ્ત કરીશું, અમે છેલ્લા ચાર વહીવટીતંત્રમાં આ કર્યું છે." વધુમાં જયશંકરે કહ્યું, "મને લાગે છે કે આ વહીવટમાં પણ આવું જ થશે. '
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन