નવી દિલ્હીઃઅમેરિકાએ પાકિસ્તાનને F16 ફાઈટર જેટ વેચવાની જાહેરાત કરતા ભારતે નારાજગી વ્યક્ત કરી છે.ભારતે અમેરિકાના રાજદૂતને બોલાવી નારાજગી વ્યક્ત કરી છે.
ભારત તરફથી કહેવાયું હતું કે, આતંકવાદ બાબતે પાકિસ્તાનનો રેકોર્ડ ખરાબ છે. ભારતે આતંકવાદ ખાળવા શસ્ત્રો આપ-લેની વાત પર અસહમતિ જતાવી હતી.આ પ્રકારના હથિયારોના વેચાણથી આતંકવાદ સામે લડવામાં મદદ મળશે એવા અમેરિકાના તર્કથી પણ ભારત સહમત નથી.
અમેરિકા પાકિસ્તાનને જે વિમાનો વેચવાનું છે તે એફ-16 વિમાનો દરેક ઋતુમાં, દિવસ-રાત કોઈ પણ પ્રકારના અભિયાનને ચલાવવા સક્ષમ હશે. 70 કરોડ ડોલરની આ ડીલ અંતર્ગત પાકિસ્તાનને લોકહીડ માર્ટિન ગ્રૂપે બનાવેલા આ પ્લેનની સાથે રડાર તથા અન્ય ઇક્વિપમેન્ટ્સ પણ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર