Home /News /national-international /આઝાદી પછી પહેલી વખત ભારત અને પાકિસ્તાન એક સાથે કરશે સૈન્ય અભ્યાસ

આઝાદી પછી પહેલી વખત ભારત અને પાકિસ્તાન એક સાથે કરશે સૈન્ય અભ્યાસ

રશિયામાં સપ્ટેમ્બરમાં થનારા સૈન્ય અભ્યાસમાં પહેવાર ભારત અને પાકિસ્તાન ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસમાં અનેક દેશો ભાગ લેશે.

રશિયામાં સપ્ટેમ્બરમાં થનારા સૈન્ય અભ્યાસમાં પહેવાર ભારત અને પાકિસ્તાન ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસમાં અનેક દેશો ભાગ લેશે.

  રશિયામાં સપ્ટેમ્બરમાં થનારા સૈન્ય અભ્યાસમાં પહેવાર ભારત અને પાકિસ્તાન ભાગ લેશે. આ સૈન્ય અભ્યાસમાં અનેક દેશો ભાગ લેશે. આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવાના હેતુથી આ સૈન્ય અભ્યાસમાં ચીન સહિતના અનેક દેશો ભાગ લેશે.

  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સૈન્ય અભ્યાસ શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)માં તૈયાર કરવામાં આવેલા પ્લાન અંતર્ગત કરવામાં આવશે. સુરક્ષા સમૂહની આ સંસ્થા ઉપર ચીનનું વર્ચસ્વ છે. આ સંસ્થાને નાટોની બરાબરી કરનારી સંસ્થાન તરીકે જોવામાં આવે છે. આ અભ્યાસ રશિયાના ઉરાલ પર્વત વિસ્તારમાં આયોજીત કરવામાં આવશે. એસસીઓના લગભગ બધા જ સભ્યો આ અભ્યાસના સભ્યો બનશે.

  અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, શાંતિ મિશનના આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આઠ સભ્ય દેશો વચ્ચે આતંવાદ સામે લડવા માટેના સહયોગ વધારવાનો છે. તાજેતરમાં બીજિંગમાં એસસીઓ સભ્ય દેશોના રક્ષા મંત્રીઓની બેઠકમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણએ ભારત આ અભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાન બંને દેશો એક સાથે સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે. જોકે, બંને દેશોની સેનાઓની સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનમાં સાથે કામ કર્યું છે.

  રશિયા, ચીન કિર્ગિઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિઓએ 2001માં શંઘાઇમાં એક શિખર સમ્મેલનમાં એસસીઓની સ્થાપના કરી હતી. ભારત અને પાકિસ્તાનને 2005માં આ સમૂહના સુપરવાઇઝર તરીકે સામેલ કર્યા હતા. ગત વર્ષે બંને દેશોને સંપૂર્ણ સભ્ય બનાવાયા હતા.
  Published by:Ankit Patel
  First published:

  Tags: Russia

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन