ભારત-પાક વચ્ચે ઉભો થયો વધુ એક સળગતો મુદ્દો, યુદ્ધનો બની શકે કારણ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 17, 2017, 8:29 PM IST
ભારત-પાક વચ્ચે ઉભો થયો વધુ એક સળગતો મુદ્દો, યુદ્ધનો બની શકે કારણ

  • Share this:
ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલા વિવાદિત ક્ષેત્ર કાશ્મીરમાં હજારોની સંખ્યામાં મજૂરો રાત-દિવસ હાઈડ્રોઈલેક્ટ્રિકલ પ્રોજેક્ટ્સ માટે કામ કરી રહ્યા છે. આ તે વિસ્તાર છે, જ્યાં ભારતીય ઉપમહાદ્વીપમાં તાજા પાણીના સંક્ટને દૂર કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનું વધુમાં વધુ વેણ પોતાની તરફ વાળવાની હરિફાઈ લાગેલી છે. તાજા પાણી માટે બંને દેશો નીલમ કે કિશનગંગા નદી પર મોટા-મોટા પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. આમ ભારત અને પાકિસ્તાન પોતાના પ્રોજેક્ટ પૂરા કરી લેવાની તૈયારીમાં છે.

આ પ્રોજેક્ટના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે એકવાર ફરીથી તણાવ વધ્યો છે. આમ આ પ્રોજેક્ટ્સ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનું વધુ એક કારણ બનીને સામે આવ્યા છે. પાકિસ્તાનને એવું લાગી રહ્યું છે કે, ભારતની પાણીની વધારે પડતી જરૂરિયાતના કારણે તેના પ્રોજેક્ટ્સ પર પ્રભાવ પડશે. કાશ્મીરનો આ વિસ્તાર પાછલા 70 વર્ષોથી બંને દેશો માટે સળગતો પ્રશ્ન બનીનો ઉભો છે. તેવામાં એકવાર ફરીથી પાણી માટેના પ્રોજેક્ટે સળગતામાં ઘી હોમ્યાની ભૂમિકા ભજવી છે અને વિવાદમાં વધારો કરી દીધો છે. નીલમ નદી પર બંને દેશો વચ્ચે તાજા પાણીને પોતાની તરફ વાળવાની એક હરિફાઈ લાગેલી છે. બંને દેશોની સતત વધી રહેલ વસ્તીને લઈને જળ સંશાધનો ઓછા પડી રહ્યા છે જેથી તેના પર કબજો જમાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેન્કે (Central Bank of Pakistan) એક રિપોર્ટમાં કહ્યું હતું કે, પાણીના સંકટને લઈને ભવિષ્યમાં પાકિસ્તાનની ખાદ્ય સુરક્ષા અને લાંબા સમયગાળાની વૃદ્ધિ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તે ઉપરાંત કાશ્મીરની ભૂગોળ પણ બંને દેશો વચ્ચે સંઘર્ષની સમસ્યા હજુ વધારે છે. નીલમ નદીનું પાણી એશિયાની સૌથી લાંબી નદી સિંધુને જઈને મળે છે, જે બંને દેશોની સંવેદનશીલ સરહદોને નક્કી કરવાનું કામ કરે છે. કિશનગંગા નામથી ઓળખાતી નીલમ નદી તિબેટથી નીકળે છે અને કાશ્મીરના રસ્તે થઈને પાકિસ્તાનમાં જાય છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંત સહિત મોટા વિસ્તારની 65 ટકા પાણીની જરૂરત નીલમ નદીના પાણીથી જ પૂરી થાય છે.

નીલમ અને ઝેલમ નદીના સંગમ પર પાકિસ્તાન તરફથી કોન્ક્રીટ અને સ્ટીલનું અંડરગ્રાઉન્ડ કેથેડ્રલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં 4 જનરેટર સતત કામ કરી રહ્યા છે. તે ઉપરાંત અહીં ટ્રાન્સફોર્મર્સ અને નેટવર્કની રાહ જોવામાં આવી રહી છે. અહીં 28 કિલોમીટરના વિસ્તારમાં 6,000 પાકિસ્તાની અને ચાઈનીઝ વર્કર્સ અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં વ્યસ્ત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ડેમનું કામ પુરૂ થયા બાદ પાકિસ્તાનને 2018ના મધ્ય સુધીમાં 969 મેગાવોટ સુધી વીજળી પેદા કરી શકશે. સપ્ટેમ્બર 2016માં ઉરી કેમ્પ પર આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સમજૂતી પર વિચાર કરવાની વાત કહી હતી.

ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું ત્યારથી લઈને બંને દેશો વચ્ચે છમકાલાઓ થતાં રહ્યાં છે. આ દરમિયાન ભારત પાકિસ્તાનના સંબંધો એટલા બધા તો કડવા થઈ ગયા છે કે, હાલમાં નાનામાં નાનું કારણ પણ યુદ્ધ સર્જિ શકે છે. તેવામાં એકવાર ફરીથી પાણીના મુદ્દે ભારત-પાક આમને સામને આવી ગયા છે. તેવામાં હવે તે જોવાનું રહેશે કે, આવનારા દિવસોમાં આ વિવાદ વધે છે કે, તેના પર ઠંડુ પાણી ફેરવવામાં બંને દેશો સફળ રહે છે.
First published: December 17, 2017, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading