India-China Clash: પૂર્વ લદાખમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફરી થયું ઘર્ષણ

ભારતીય સેનાએ પૈંગોં અને Tso Lake વિસ્તારમાં ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોક્યા

ભારતીય સેનાએ પૈંગોં અને Tso Lake વિસ્તારમાં ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોક્યા

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (Eastern Ladakh)માં ફરી એકવાર ભારતીય સૈનિકો (Indian Army) અને ચીની સૈનિકો (PLA) વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. ભારતીય સેના મુજબ PLAના સૈનિકોએ પહેલા બનેલી સહમતિનું ઉલ્લંઘન કરતાં પૂર્વ લદાખમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ પૈંગોં અને Tso Lake વિસ્તારમાં ચીની સૈનિકોને ઘૂસણખોરી કરતાં રોક્યા.

  ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ફરી એકવાર LAC પર ઘર્ષણ થયું છે. પૂર્વ લદાખમાં પૈંગોગ લેકના વિસ્તારની પાસે બંને દેશોના સૈનિક 29-30 ઓગસ્ટની રાત્રે સામેસામે આવી ગયા હતા.


  આ પણ વાંચો, દરિયામાં ચીનને ટક્કરની તૈયારી! ભારત 55,000 કરોડની 6 સબમરીન ખરીદવાની તૈયારીમાં

  અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, પૂર્વ લદાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે રવિવાર રાત્રે ચીનના સૈનિકોએ અગાઉ સધાયેલી સહમતિનું ઉલ્લંઘન કરતાં ભારતીય સરહદની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. ભારતીય સૈનિકોએ પૈંગો અને પૈંગોગ લેક વિસ્તારમાં તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ બંને દેશોના સૈનિકોની વચ્ચે ઘર્ષણ થઈ ગયું.

  આર્મીના અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેના વાતચીતના માધ્યમથી સરહદ પર શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પોતાની ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે પણ સમાન રીતે દૃઢ છે. બંને દેશોની વચ્ચે જ્યારે સરહદ સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલ લાવવા માટે બ્રિગેડ કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાન ચીની સેના તરફથી કરવામાં આવેલા પ્રયાસ યોગ્ય નથી.

  આ પણ વાંચો, દિવાળી સુધીમાં કોરોના કન્ટ્રોલમાં આવી જશે, વર્ષના અંતમાં મળી જશે પહેલી વેક્સીનઃ સ્વાસ્થ્ય મંત્રી

  PIB અનુસાર, ચીની સેનાએ જે સ્થળથી સરહદની અંદર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તે સ્થળે ભારતીય સેનાએ પોતાની પોઝિશન ઘણી મજબૂત કરી લીધી છે. સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના વાતચીતના માધ્યમથી શાંતિ સ્થાપિત કરવા માંગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ એટલી જ સંકલ્પબદ્ધ છે.

  પૈંગોગનો દક્ષિણ કિનારો સામાન્ય રીતે ચુશૂલ સેક્ટરના નામથી ઓળખવામાં આવે છે. ચીની સૈનિકોની વચ્ચે મે મહિનામાં થયેલા હિંસક ઘર્ષણ બાદથી આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. નોંધનીય છે કે, ચીની સેનાએ ફરી એકવાર ત્યાંથી સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: