નવી દિલ્હી : ભારત-ચીન બોર્ડર પર (Indo-China border)ડિસઇંગેજમેન્ટને લઇને ભારતીય સેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પૂર્વી લદ્દાખના (Ladakh Standoff) ગોગરા વિસ્તારમાં (gogra post disengagement) ભારત અને ચીનના સૈનિક પાછળ હટ્યા છે. બંને પક્ષો વચ્ચે 12માં રાઉન્ડની વાતચીતમાં બની સહમતીના આધારે આ કાર્યવાહી થઇ છે. ગોગરામાં અસ્થાયી નિર્માણ પણ હટાવી લેવામાં આવ્યા છે. ભારતીય સેનાએ (Indian Army)શુક્રવારે આ જાણકારી આપી હતી. સેનાએ જણાવ્યું કે બંને પક્ષો દ્વારા બનાવવામાં આવેલા અન્ય બુનિયાદી સ્ટ્રક્ચરને નષ્ટ કરી દેવામાં આવ્યા છે અને તેની પૃષ્ટિ પણ કરી લેવામાં આવી છે. સેનાએ કહ્યું કે ગોગરા પોસ્ટથી 4-5 ઓગસ્ટે બંને દેશોની સેનાએ પાછળ હટી ગઈ છે. બંને પક્ષો હવે પોત-પોતાના સ્થાયી સ્થાને છે.
ભારતીય સેનાએ કહ્યું કે બંને પક્ષો દ્વારા ક્ષેત્રમાં બનાવેલા બધા અસ્થાયી સ્ટ્રક્ચર અને અન્ય બુનિયાદી સ્ટ્રક્ચરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને તેની પૃષ્ટિ પણ કરી લેવામાં આવી છે. બંને પક્ષો દ્વારા ક્ષેત્રનાં લેન્ડફોર્મને (જમીનનું એક પ્રાકૃતિક રૂપ)બહાલ કરી દેવામાં આવ્યા છે. જેવો ગતિરોધ પહેલા હતો. તેમણે કહ્યું કે આ સમજુતી સુનિશ્ચિત કરે છે કે આ ક્ષેત્રમાં એલએસીનો બંને પક્ષો દ્વારા સખતાઇથી પાલન અને સન્માન કરવામાં આવશે અને યથાસ્થિતિમાં એકતરફી ફેરફાર થશે નહીં.
સેનાએ કહ્યું કે ગોગરાથી સેનાના પાછળ હટવાની સાથે જ વધુ એક સંવેદનશીલ ક્ષેત્રનું સમાધાન થઇ ગયું છે. બંને પક્ષોએ વાર્તાને આગળ વધારવા અને પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી સાથે બાકીના મુદ્દાને હલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સેનાએ પોતાના નિવેદનમાં એ પણ કહ્યું કે આઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ) સાથે ભારતીય સેના દેશની સંપ્રભુતા સુનિશ્ચિત કરવા અને પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી સાથે શાંતિ બનાવી રાખવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે.
12માં રાઉન્ડની વાતચીત પછી બે ઓગસ્ટે જારી કરેલા સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને વર્તમાન સમજુતી અને પ્રોટોકોલ પ્રમાણે પૂર્વી લદ્દાખના બાકી મુદ્દાને શીઘ્રતાથી ઉકેલ લાવવા અને વાતચીતની ગતિ બનાવી રાખવા પર પોતાની સહમતી વ્યક્ત કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર