સરહદ વિવાદ : પૂર્વી લદાખમાં ભારત અને ચીન પુરી રીતે સેનાને પાછળ હટાવવા તૈયાર થયા

News18 Gujarati
Updated: July 10, 2020, 11:06 PM IST
સરહદ વિવાદ : પૂર્વી લદાખમાં ભારત અને ચીન પુરી રીતે સેનાને પાછળ હટાવવા તૈયાર થયા
સરહદ વિવાદ : પૂર્વી લદાખમાં ભારત અને ચીન પુરી રીતે સેનાને પાછળ હટાવવા તૈયાર થયા

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ફરી એક વખત શુક્રવારે રાજનયિક સ્તરની વાતચીત થઈ હતી

  • Share this:
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ (India-China Border Dispute)ને લઈને ફરી એક વખત શુક્રવારે રાજનયિક સ્તરની વાતચીત થઈ હતી. આ વાતચીતમાં બંને દેશો પૂર્વી લદાખમાં LAC પાસે શાંતિ જાળવી રાખવા માટે પુરી રીતે સેના પાછળ હટાવવા માટે તૈયાર થઈ ગયા છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે બંને દેશોએ માન્યું છે કે દ્વિપક્ષીય સંબંધોને સુમેળ બનાવવા માટે સરહદ પર શાંતિ ઘણી જરૂરી છે.

બંને દેશો વચ્ચે થયેલી ઓનલાઇન વાતચીતમાં ભારત તરફથી જોઇન્ટ સેક્રેટરી (પૂર્વી એશિયા)ના નેતૃત્વમાં દળ હતું અને ચીન તરફથી ચીની વિદેશ મંત્રાલયના અધિકારી હાજર હતા. આ વાતચીત પહેલા ગુરુવારે ભારતે પૂર્વી લદાખમાં ગલવાન ઘાટી પર ચીનના દાવાને ફરી એક વખત ફગાવી દીધો હતો.

આ પણ વાંચો - મુકેશ અંબાણી બન્યા દુનિયાના સાતમાં સૌથી અમીર વ્યક્તિ, વોરેન બફેટને પાછળ રાખ્યા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ભારત વાર્તા દ્વારા મતભેદોમાં સમાધાનને લઈને આશ્વત છે અને સરહદ ક્ષેત્રોમાં શાંતિ બનાવી રાખવાની આવશ્યકતાને સમજે છે. સાથે ભારત પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા સુનિશ્ચિત કરવા માટે પુરી રીતે પ્રતિબદ્ધ છીએ. શ્રીવાસ્તવે ઓનલાઇન સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે એલએસીનું સન્માન કરવું જોઈએ, કારણ કે સીમાવર્તી ક્ષેત્રોમાં આ જ શાંતિ અને સ્થિરતાનો આધાર છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ ગલવાન ઘાટી સહિત એલએસી પર થયેલા હાલના ઘટનાક્રમોને લઈને ભારતના વલણથી સ્પષ્ટ રૂપથી અવગત કરાવ્યા હતા.
Published by: Ashish Goyal
First published: July 10, 2020, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading