Home /News /national-international /

Air Strike: હુમલાનો પ્લાન કેવી રીતે બન્યો? Date to Date ડિટેલ્સ

Air Strike: હુમલાનો પ્લાન કેવી રીતે બન્યો? Date to Date ડિટેલ્સ

પ્રતિકાત્મક તસવીર

વાયુસેનાના મિરાજ પ્લેનોએ મંગળવાર વહેલી પરોઢે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો પર લગભગ 1000 કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા

    પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સરહદ પર છુપાઈને બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેના સાથે જોડાયેલા સૂત્રો મુજબ વાયુસેનાના મિરાજ પ્લેનોએ મંગળવાર વહેલી પરોઢે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો પર લગભગ 1000 કિલોગ્રામના બોમ્બ વરસાવ્યા. આ હુલામાં લગભગ 200-300 આતંકીઓ અને પાકિસ્તાની સેનાના પાંચ જવાનોના મોત થયા છે.

    હુમલાનો પ્લાન કેવી રીતે બન્યો ?

    15 ફેબ્રુઆરી
    વાયુસેના પ્રમુખે હવાઈ હુમલાનો પ્રસ્તાવ રાખ્યો

    16-20 ફેબ્રુઆરી
    વાયુસેના અને થલસેનાએ ડ્રોનથી LoCનું સર્વેલન્સ કર્યું

    20-22 ફેબ્રુઆરી
    વાયુસેના, ઈન્ટેલિજન્સ એજન્સીઓની સાથે હુમલાનો ટાર્ગેટ ફિક્સ

    21 ફેબ્રુઆરી
    NSA અજીત ડોવલની સામે હવાઈ હુમલાનો વિકલ્પ રખાયો

    22 ફેબ્રુઆરી
    વાયુસેનાના 1 સ્ક્વાડ્રન ટાઈગર અને 7 સ્ક્વાડ્રન બૈટલ એક્સ તૈયાર

    22 ફેબ્રુઆરી
    2 મિરાજ સ્ક્વાડ્રનના 12 ફાઈટર જેટ હુમલા માટે ફાઈનલ

    24 ફેબ્રુઆરી
    ભઠિંડા અને આગ્રાથી ટ્રાયલ રન શરુ થયો

    26 ફેબ્રુઆરી
    બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં પરોઢિયે 3:30 કલાકે હુમલો

    મિનિટ ટુ મિનિટની ડિટેલ્સ

    સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાના આ ઓપરેશન લગભગ 35થી 40 મિનિટ સુધી ચાલ્યું. એરફોર્સના મિરાજ 2000 ફાઇટર પ્લેનોએ મોડી રાત્રે 3:30 વાગ્યે ભારતીય એરબેઝથી ઉડાણ ભરી અને લગભગ 4-5 મિનિટ બાદ એલઓસી પાર પહોંચી ગયા. ત્યારબાદ લગભગ 3:45 વાગ્યાથી 3:55 સુધી મુજફ્ફરાબાદ અને પછી સવારે 3:58 વાગ્યાથી 4:40 વાગ્યા સુધી ચકોટીમાં જૈશ-એ-મોહમ્મદ, હિજબુલ મુજાહિદીન અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓના ઠેકાણાઓ પર હુમલા કરીને તેને નષ્ટ કરી દીધા.

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેની સાથે જ તેઓએ કહ્યું હતું કે ભારતે આ હુમલાનો બદલો લેવા માટે પોતાના સુરક્ષાદળોને ખુલ્લી છુટ આપી દીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Air Strike, Date to Date, Dietals, Plan, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन