ભારતીય વાયુસેનાએ માની PM મોદીની વાત, આ સ્વદેશી કંપનીથી ખરીદશે જેટ પ્લેન

News18 Gujarati
Updated: May 15, 2020, 4:05 PM IST
ભારતીય વાયુસેનાએ માની PM મોદીની વાત, આ સ્વદેશી કંપનીથી ખરીદશે જેટ પ્લેન
પ્રતિકાત્મક તસવીર

સરકારે દેશમાં જ બનતા ફાઇટર જેટ્સ પર સ્વિચ કરવાનો પ્લાન બનાવ્યો છે.

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 12 મેના રોજ દેશના નામે એક સંબોધન કર્યું હતું જેમાં તેમણે લોકલને વોકલ બનાવવા પર ભાર મૂક્યો હતો. એટલે કે આત્મનિર્ભર બનીને સ્વેદેશી સામાનનો પ્રચાર અને ઉપયોગ કરવાનું કહ્યું હતું. સરકારની આ જ વિચારધારાને હવે ભારતીય વાયુસેના (Indian Air Force) પણ આગળ વધારી રહ્યું છે. બે વર્ષ પહેલા ભારતીય વાયુસેના (Indian Air Force)એ 114 પ્લેન માટે આંતરાષ્ટ્રીય કંપનીઓથી ટેન્ડર મંગાવ્યા હતા. પણ હવે સરકાર તેને ધરેલુ બજારમાં તૈયાર કરવા પર જોર આપી રહી છે. સરકારે દેશમાં જ બનતા ફાઇટર જેટ્સ પર સ્વિચ કરવાનો પ્લાન બનાવ્યો છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એર ફોર્સ દેશમાં જ બનતા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે હળવા લડાકૂ વિમાન, તેજસને એરક્રાફ્ટમાં સામેલ કરશે. રાવતે કહ્યું કે એરફોર્સ શરૂઆતના 40 એરફ્રાફ્ટ જૂના ઓર્ડર મુજબ અને આ સીવાય 84 જેટ વિમાન ખરીદશે. જેની વેલ્યૂ 6 અરબ ડોલર છે.

રાવતે કહ્યું કે એરફોર્સ હળવા લડાકૂ વિમાનનો હવે ઉપયોગ કરશે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે જેટ માટે ગ્લોબલ ટેન્ડર ક્યારે જાહેર કરવામાં આવશે તો તેમણે કહ્યું કે વિદેશી કંપનીઓને બદલે ધરેલુ કંપનીને આનો આર્ડર આપ્યો છે. રાવતે કહ્યું કે આ જેટ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડથી ખરીદશે.
First published: May 15, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading