Home /News /national-international /

કૉન્સ્યુલર ઍક્સેસ : કુલભૂષણને મળ્યા ડેપ્યુટી હાઈકમિશ્નર, સરકારને આપશે રિપોર્ટ

કૉન્સ્યુલર ઍક્સેસ : કુલભૂષણને મળ્યા ડેપ્યુટી હાઈકમિશ્નર, સરકારને આપશે રિપોર્ટ

જુલાઈમાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને ભારતને કોઈ વિલંબ વગર જાધવ સુધી કૉન્સ્યુલર ઍક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો

જુલાઈમાં હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને ભારતને કોઈ વિલંબ વગર જાધવ સુધી કૉન્સ્યુલર ઍક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો

  પાકિસ્તાની જેલમાં કેદ કુલભૂષણ જાધવ માટે આજે મોટો દિવસ રહ્યો. આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ મુજબ પાકિસ્તાને સોમવારે કુલભૂષણ જાધવને કૉન્સ્યુલર ઍક્સેસ આપ્યું. પાકિસ્તાનમાં ભારતની ડેપ્યુટી હાઈકમિશ્નર ગૌરવ અહલૂવાલિયાએ જાધવ સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંનેની વચ્ચે બે કલાક સુધી વાત થઈ.

  જોકે, કુલભૂષણ જાધવ મામલામાં પાકિસ્તાને ફરી એક વાર ચાલાકી કરી છે. પાકિસ્તાને ડેપ્યુટી હાઇકમિશ્નર ગૌરવ અહલૂવાલિયા અને કુલભૂષણ જાધવની મીટિંગ વિદેશ મંત્રાલયની મુખ્ય ઓફિસમાં નક્કી કરી હતી. હવે અહેવાલ આવી રહ્યા છે કે પાકિસ્તાને છેલ્લી ઘડીએ મીટિંગનું સ્થળ બદલી દીધું છે. કોઈ અજ્ઞાત સ્થળે બંનેની મુલાકાત થવાની વાત કહેવામાં આવી રહી છે. આ કૉન્સ્યુલર ઍક્સેસ માત્ર 2 કલાક માટે હશે. ભારતે આશા વ્યક્ત કરી છે કે સારા માહોલમાં મુલાકાત શક્ય બને તે માટે પાકિસ્તાન તરફથી સહયોગ મળશે.

  સરકારી સૂત્રોએ જાણકારી આપી કે, અહલૂવાલિયાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ મુજબ અમે આશા રાખી રહ્યા છીએ કે પાકિસ્તાનથી અમને સકારાત્મક માહોલ મળશે. આશા કરીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશની ભાવના મુજબ મુલાકાત નિષ્પક્ષ, સ્વતંત્ર અને પ્રભાવી અર્થોમાં સફળ થઈ શકશે.

  આ પહેલા પાકિસ્તાને કૉન્સ્યુલર ઍક્સેસને લઈને કેટલીક શરતો મૂકી હતી, જેને ભારતે માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ભારતે વાંધો ઉડાવયા બાદ પાકિસ્તાને શરતો હટાવી દીધી છે. હવે ભારતે વિએના સંધિ મુજબ કુલભૂષણ જાધવના કૉન્સ્યુલર ઍક્સેસનો સ્વીકાર કરી લીધો છે.

  તે મુજબ, કુલભૂષણ જાધવને આજે 2 કલાક માટે કૉન્સ્યુલર ઍક્સેસ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા આજે કુલભૂષણ જાધવ સાથે બપોરે 12 વાગ્યે મુલાકાત કરશે.


  1 ઑગસ્ટે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નેવીના સેવાનિવૃત્ત અધિકારી જાધવને બીજા દિવસે દૂતાવાસ મદદ પૂરી પાડવામાં આવશે. જોકે, જાધવને દૂતાવાસ મદદની શરતો પર બંને દેશોની વચ્ચે મતભેદોના કારણે 2 ઑગસ્ટે નિર્ધારિત બેઠક નહોતી થઈ શકી.


  બેઠક ન થવાથી પાકિસ્તાનના ઈરાદાઓ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ પાકિસ્તાને દાવો કર્યો હતો કે કુલભૂષણ જાધવને દૂતાવાસ મદદની મંજૂરી આપવાના વાયદાના લગભગ 6 સપ્તાહ બાદ ઈસ્લામાબાદે કહ્યું હતું કે આ મુદ્દે તેઓ ભારત સાથે સંપર્કમાં છે.

  ભારતે આપ્યા હતા તાત્કાલીક મદદના નિર્દેશ

  ભારતે ગુરુવારે કહ્યું હતું કે તેમણે પાકિસ્તાનને કુલભૂષણ જાધવ સુધી તાત્કાલીક, પ્રભાવી અને અબાધિત કૉન્સ્યુલર ઍક્સેસ આપવા માટે કહ્યું છે અને રાજદ્વારી માધ્યમોથી પડોસી દેશ સાથે સંપર્કમાં છે.

  આ પણ વાંચો, દિગ્વિજયનો દાવો : મુસ્લિમથી વધુ બિન-મુસ્લિમ કરી રહ્યા છે ISI માટે જાસૂસી

  જુલાઈમાં હેગ સ્થિત કોર્ટે પાકિસ્તાનને ભારતને કોઈ વિલંબ વગર જાધવ સુધી કૉન્સ્યુલર ઍક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારોને કહ્યું હતું કે અમે રાજદ્વારી માધ્યમોથી પાકિસ્તાની પક્ષના સંપર્કમાં છીએ. આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court of Justice)ના આદેશના આધારે અમે તાત્કાલીક, પ્રભાવી અને અબાધિત કૉન્સ્યુલર ઍક્સેસ પહોંચ આપવા માટે કહ્યું છે. તેઓએ કહ્યું કે, જોઈએ છીએ કે પાકિસ્તાનના પક્ષથી અમને કેવી પ્રતિક્રિયા મળે છે.

  2017માં પાકિસ્તાને સંભળાવી હતી મોતની સજા

  ભારતીય નેવીના 49 વર્ષીય સેવાનિવૃત્ત અધિકારી જાધવને પાકિસ્તાનની એક આર્મી કોર્ટે જાસૂસી અને આતંવાદના ગુનામાં એપ્રિલ 2017માં મોતની સજા ફટકારી હતી. ભારતનું કહેવું છે કે જાધવનું ઈરાનથી અપહરણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓ નેવીથી સેવાનિવૃત્ત થયા બાદ વેપારના ઉદ્દેશ્યથી ગયા હતા અને તેમની પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

  આ પણ વાંચો, ...જ્યારે પાકિસ્તાની MQM પાર્ટીના ચીફે ગાયું, સારે જહાં સે અચ્છા'
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Icj, International Court of Justice, Kulbhushan jadav, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन