વોશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ બુધવારે 4 યુક્રેની ક્ષેત્રો પર કબ્જાની વિરુદ્ધ એક નિંદા પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેના પક્ષમાં 143 સભ્ય દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 5 દેશોએ વિરોધમાં વોટ આપ્યા હતા. ભારત સહિત અન્ય 35 દેશો મતદાનથી દૂર રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ યૂએનજીએમાં રશિયા વિરુદ્ધ આવા જ પ્રકારનો એક નિંદા પ્રસ્તાવ રજૂ થયો હતો, જેના વિરુદ્ધ રશિયાએ પોતાનો વીટો પાવર ઉપયોગ કર્યો હતો. તે સમયે પણ ભારતે મતદાનથી અંતર બનાવ્યું હતું. ભારતે છેલ્લા કેટલાક દિવસથી યુક્રેનમાં સંઘર્ષે જોર પકડતા ચિંતા વ્યક્ત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે યૂએનજીએમાં કહ્યું કે, નવી દિલ્હી યુક્રેનમાં ઘર્ષણ વધવાથી ચિંતિત છે, જેમાં નાગરિકોના માળખાગત ઢાંચાને નિશાન બનાવવા અને નાગરિકોના મોત સામેલ છે. તેમણે કહ્યું કે, અમે સતત આ વાતની વકાલત કરતા આવ્યા છીએ કે, માનવ જીવનની કિંમત પર કોઈ સમાધાન હોઈ શકે નહીં. ભારત જે વૈશ્વિક વ્યવસ્થાના સભ્ય છે, તે આંતરરાષ્ટ્રીય કાનૂન, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ રાજ્યોની ક્ષેત્રિય અખંડિતતા અને સંપ્રભુતાના સન્માન પર આધારિત છે. આ સિદ્ધાંતોને કોઈ પણ અપવાદ વિના યથાવત રાખવા જોઈએ.
રુચિરા કંબોજે કહ્યું કે, મતભેદો અને વિવાદના નિવારણ મામલે વાતચીત એકમાત્ર ઉપાય છે. પછી તે ગમે તેટલો અઘરો નિર્ણય કેમ ન હોય,શાંતિના માર્ગ માટે આપણે કૂટનીતિના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવાની જરુર છે. ભારત તણાવ ઘટાડવાના ઉદ્દેશ્યથી તમામ પ્રયાસોનું સમર્થન કરવા તૈયાર છે. હાલમાં પ્રેશરવાળા મુદ્દા પર ચાલી રહ્યા છે, જેમાં અમુકને આજે મતદાન કરવામાં આવેલા પ્રસ્તાવમાં પર્યાપ્ત રીતે સામેલ નથી કર્યા, તેમણે કહ્યું કે, મતદાનથી દૂર રહેવાનો અમારા નિર્ણય પર સુવિચારિત રાષ્ટ્રીય સ્થિતિ અનુરુપ છે. મારા પ્રધાનમંત્રીએ સ્પષ્ટ રીતે કહ્યં હતું કે, આ યુદ્ધનો યુગ નથી. વાતચીત અને કૂટનીતિના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન અંતર્ગત પ્રયાસ કરવામાં આ દ્રઢ સંકલ્પની સાથે, ભારતે તેનાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર