UNમાં ટ્રમ્પે ભારતના કર્યા વખાણ - ભારત 'મુક્ત સમાજ' છે, લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા

News18 Gujarati
Updated: September 25, 2018, 10:44 PM IST
UNમાં ટ્રમ્પે ભારતના કર્યા વખાણ - ભારત 'મુક્ત સમાજ' છે, લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં મુક્ત સમાજ છે, જ્યાં ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને મિડલ ક્લાસ સુધી લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં મુક્ત સમાજ છે, જ્યાં ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને મિડલ ક્લાસ સુધી લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 73માં સત્રને સંબોધિત કરતા ભારતના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે, ભારત ફ્રી સોસાયટી છે, જેણે લાખો લોકોને સફળતાપૂર્વક ગરીબી રેખામાંથી બહાર નીકાળ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં મુક્ત સમાજ છે, જ્યાં ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને મિડલ ક્લાસ સુધી લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

પોતાની 45 મીનિટ ચાલેલી સ્પીચમાં તેમણે કહ્યું કે, અમે વિચારીએ છીએ કે, અમારા પહેલા લોકો આવ્યા અને પોતાના દેશના પડકાર વિશે વાત કરી. અમારૂ કામ પણ તે જ છે કે અમે તમામ જુના પ્રસ્તાવો પર ચર્ચા કરીએ.

ટ્રમ્પે કહ્યું કે, અમે અગામી દિવસોમાં નવી પેઢી માટે કેવી પ્રકારનું વિશ્વ છોડીને જઈશું એ વિચારવાની વાત છે. તેમણે કહ્યું કે, યૂનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીમાં તમામ દેશોના પ્રતિનિધિ આવ્યા અને બધાએ પોતાના દેશની વાત રાખી છે. ટ્રમ્પે સાઉદી અરબ માટે નવા સુધારાના વખાણ કર્યા અને ઈજરાયલની આજાદીની 70મી વર્ષગાંઠ મનાવવા પર પણ ચર્ચા કરી.
First published: September 25, 2018, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading