liveLIVE NOW

India's 75th Independence Day : પીએમ મોદીએ -પરિવારવાદ-ભ્રષ્ટાચારને ગણાવ્યો ઊધઇ જેવો, તેની સામે લડાઇમાં માંગ્યો દેશવાસીઓનો સાથ

Independence Day 2022 -અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા, પીએમ મોદીએ કહ્યું- ભારત લોકતંત્રની જનની છે. ભારતે સાબિત કરી દીધું છે કે તેની પાસે એક અનમોલ ક્ષમતા છે

  • News18 Gujarati
  • | August 15, 2022, 10:34 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    9:19 (IST)
    PM મોદીએ કહ્યું કે આજે આપણે બે મોટા પડકારનો સામનો કરી રહ્યા છીએ-  ભ્રષ્ટાચાર અને પરિવારવાદ કે ભાઇ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર દેશને ઉધઇની જેમ ખોખલો કરી રહ્યો છે. આપણે તેનાથી લડવાનું છે. આપણે પોતાની સંસ્થાઓની તાકાતનો અનુભવ કરાવવા માટે યોગ્યતાના આધારે દેશને આગળ લઇ જવા માટે પરિવારવાદ સામે જાગરુકતા વધારવી પડશે

    9:11 (IST)
    અરવલ્લીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

    9:10 (IST)
    ભ્રષ્ટાચાર અને પરિવારવાદ પર PM મોદીએ કર્યો પ્રહાર 

    9:9 (IST)

    આ દસકો ટેકનોલોજીનો દસકો છે, આપણે 5G તરફ આગળ વધી રહ્યા છીએ, વિશ્વમાં સૌથી વધુ ડિજીટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં :PM મોદી

    9:5 (IST)

    PMએ જય અનુસંધાનનો નારો આપ્યો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન

    9:1 (IST)

    દેશવાસીઓએ નાગરિકતાનું કર્તવ્ય નિભાવવાનું છે, આત્મનિર્ભર ભારત સરકારી એજન્ડા નથી, આત્મનિર્ભર ભારત સમાજની જવાબદારી છે : PM 

    નવી દિલ્હી : ભારત આજે પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ (Indias 75th Independence Day)મનાવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવના (Azadi Ka Amrit Mahotsav)પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)લાલ કિલ્લાના (Lal qila)પ્રાચીરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ સતત નવમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો છે.



    આ ભારત વર્ષ માટે ઘણો ખાસ છે. આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. પ્રધાનમંત્રી સૌથી પહેલા રાજઘાટ ગયા હતા અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પછી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन