Home /News /national-international /

મણિપુર : કોંગ્રેસના 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી આપ્યું રાજીનામુ

મણિપુર : કોંગ્રેસના 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી આપ્યું રાજીનામુ

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે 29 ધારાસભ્યો હતા. જોકે, તેમાંથી 8 ધારાસભ્યોએ ભાજપનો ખેંસ ધારણ કરી લીધો હતો.

  ન્યૂઝ 18 ગુજરાતી : મણિપુર વિધાસભામાં કોંગ્રેસ સંકટમાં છે. પાર્ટીમાંથી એક સાથે 12 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. એવી શક્યતા છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જોકે, એક સિનિયર ધારાસભ્યે સ્પષ્ટ કર્યુ કે તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય. રાજ્યની બંને લોકસભા બેઠકોમાં કોંગ્રેસની હાર થતા પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્ય પદેથી 12 ધારાસભ્ય તરીકે રાજીનામુ ધરી દીધું હતું. આ બેઠકમાંથી મણિપુર ગ્રામીણ બેઠક પર ભાજપના રંજન સિંઘનો વિજય થયો હતો જ્યારે બૃહદ બેઠક પર નાગા પીપલ્સ ફ્રન્ટા લોરહો પીફોઝેનો વિજય થયો હતો.

  રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર છે જેના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘ છે. 12 ધારાસભ્યોએ તેમના રાજીનામા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગાયખાંગમને સોપ્યા છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 60 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી જોકે, 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ 21 પર સમેટાઈ ગઈ હતી.

  આ પણ વાંચો :  મોદીના નિવાસસ્થાને બેઠક શરૂ ! જે પી નડ્ડા ભાજપના અધ્યક્ષ બને તેવી ચર્ચા

  મણિપુર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપ પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર કેએચ જોયકિશન સિંઘે સમાચાર સંસ્થા પીટીઆઈની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ગ્રાસરૂટ લેવલ પર કામ કરવા માંગીએ છીએ. જોકે, ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવા માંગતા નથી પરંતુ કોંગ્રેસના જ મૂળ મજબૂત કરવા માંગે છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: કોંગ્રેસ, ધારાસભ્ય, મણીપુર, રાજકારણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन