Home /News /national-international /India Vaccination Record Vaccine Century : કોરોના વેક્સિનેશનમાં ભારતનો રેકોર્ડ, આંકડો 100 કરોડ પાર
India Vaccination Record Vaccine Century : કોરોના વેક્સિનેશનમાં ભારતનો રેકોર્ડ, આંકડો 100 કરોડ પાર
ભારતે 100 કરોડ કોરોના વેક્સિન ડોઝનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે.
India reaches 100 crore corona vaccination milestone: ભારતે 100 કરોડ કોરોના વેક્સિન ડોઝનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. આ સ્વર્ણિમ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લીના એક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
100 crore corona vaccination in India: ભારતે આજે કોરોના વેક્સીન મામલે ઐતિહાસિક આંકડો પાર કર્યો છે.( India crossed the 1 billion Covid-19 vaccine dose milestone ). દેશમાં 100 કરોડને વેક્સીન મળી ગઈ છે અને ભારતીયો આ ઐતિહાસિક ઉજવણીના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટા પાયે ઉજવણીની તૈયારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) દિલ્લી ખાતે એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. તેઓ આ માટે રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોંચી ગયા છે.
આજના ઐતિહાસિક દિવસે લાલ કિલ્લા પર સૌથી મોટો ખાદીનો તિરંગો ફરકાવવામાં આવશે. આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે. તેનું વજન આશરે 1400 કિલો છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પર લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા થીમ સોંગ લોન્ચ કરવાના છે. રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, બસ સ્ટોપ વગેરે સાર્વજનિક જગ્યાઓ પર પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
India scripts history.
We are witnessing the triumph of Indian science, enterprise and collective spirit of 130 crore Indians.
Congrats India on crossing 100 crore vaccinations. Gratitude to our doctors, nurses and all those who worked to achieve this feat. #VaccineCentury
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લખ્યું કે, ‘ભારતને વધામણી. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વનું આ પરિણામ છે.’
આ રીતે ચાલ્યું કોરોના રસીકરણ અભિયાન - ભારતમાં 16 જાન્યુઆરીએ વેક્સીનેશન શરુ થયું હતું. એ સમયે સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સીન આપવામાં આવી. - એ પછી 1 માર્ચથી રસીકરણનું બીજું ચરણ શરુ થયું. તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને કોઈને કોઈ ગંભીર બીમારીથી લડતા 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસી આપવામાં આવી.
- 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી ઉપરના દરેકને રસી આપવામાં આવી. - ભારતમાં 1 મેના રોજ 18 વર્ષથી ઉપરના દરેક લોકોને વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી. જોકે, શરૂઆતી તબક્કામાં રસીકરણ દેશના સૌથી સંક્રમિત શહેરોથી શરુ કરવામાં આવ્યું હતું. - વર્તમાન સમયમાં દેશમાં 63,467 સેન્ટર્સ પર વેક્સીન ઉપલબ્ધ છે. તેમાં 61,270 સરકારી અને 2,197 ખાનગી કેન્દ્રો છે.
કોરોના વેક્સીન મામલે ટોચના 5 રાજ્યો ઉત્તર પ્રદેશ- 12,21,40,914 મહારાષ્ટ્ર- 9,32,00,708 પશ્ચિમ બંગાળ- 6,85,12,932 ગુજરાત- 6,76,67,900 મધ્ય પ્રદેશ- 6,72,24,286
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર