Home /News /national-international /India@75: ભારતની ક્રાંતિકારી મહિલાઓની અજાણી ગાથા, અંગ્રેજો સામે લડીને થઈ હતી શહીદ

India@75: ભારતની ક્રાંતિકારી મહિલાઓની અજાણી ગાથા, અંગ્રેજો સામે લડીને થઈ હતી શહીદ

લડત દરમિયાન ઘણા કિસ્સામાં મહિલા ક્રાંતિકારીઓએ સંઘર્ષ કર્યો હતો

સ્વતંત્રતા સંગ્રામમાં વધુ મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય મહાત્મા ગાંધીનો હતો. તેના પાછળનું કારણ મહિલાઓમાં રહેલા વધુ ધૈર્ય અને સહનશીલતા હતું.

Revolutionary Women of India: ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ભારતની આઝાદીની લડતમાં મહિલા શક્તિ (Mahila Shakti)નું પણ અતુલ્ય યોગદાન રહ્યું છે. અલબત્ત લોકો આઝાદીની ચળવળ (Indian Independence Movement)માં મોટા નેતાઓ અંગે જ જાણે છે. પણ લડત દરમિયાન ઘણા કિસ્સામાં મહિલા ક્રાંતિકારીઓએ સંઘર્ષ કર્યો હતો અને અંગ્રેજોને પીછેહઠ કરવી પડી હતી.

સ્વતંત્રતા સંગ્રામમાં વધુ મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય મહાત્મા ગાંધીનો હતો. તેના પાછળનું કારણ મહિલાઓમાં રહેલા વધુ ધૈર્ય અને સહનશીલતા હતું. તે સમયે દેશભરની મહિલાઓને આઝાદીની લડતના આંદોલનમાં મોટા પાયે જોડાવાની પ્રેરણા મળી હતી. આસામમાં ભારત છોડોના સંઘર્ષમાં ઘણી બહાદુર મહિલાઓ આગળ આવી હતી. જેમાં ભોગેશ્વરી, કનકલતા બરુઆ, ખાહુલી નાથ, તિલેશ્વરી બરુઆ અને કુમાલી નિઓગના નામ મુખ્ય છે.

ભોગેશ્વરી કોણ હતા?

ભોગેશ્વરી સપ્ટેમ્બર 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો. ત્યારે તેઓ 60 વર્ષના હતા. અંગ્રેજોએ ભારત છોડો લડતને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. બહેરામપુરમાં બ્રિટિશ પોલીસ ત્યાંના કોંગ્રેસ કાર્યાલયનો કબજો લેવા આવી હતી. તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેપ્ટન ફિનિશની આગેવાનીમાં સેનાની મોટી ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો- India@75: ...જ્યારે તમામ પાર્ટીઓએ કલામના રાષ્ટ્રપતિ બનવા પર લગાવી હતી મહોર

આ દરમિયાન અંગ્રેજોએ કોંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. ત્યારે ભોગેશ્વરી તેમના સાથીદાર રત્નમાલા સાથે ત્રિરંગો લઈ આગળ વધ્યા હતા. કેપ્ટને રત્નમાલાના હાથમાંથી ધ્વજ છીનવી લીધો અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભોગેશ્વરીએ અંગ્રેજ અધિકારીને લાકડી મારી હતી. જેથી કેપ્ટને ભોગેશ્વરીને ગોળી મારી દીધી હતી અને તેઓ ઘટના સ્થળે જ શહીદ થઈ ગયા હતા.

કનકલતા બરુઆની લડાઈ

તે જ દિવસે 17 વર્ષીય કનકલતા બરુઆની આગેવાનીમાં એક આત્મઘાતી ટુકડીએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને ત્રિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી. આસામમાં વીર બાલાના નામથી પ્રખ્યાત કનકલાત્તાની બહાદુરીની ચર્ચા ચારેકોર થઈ હતી.

આ પણ વાંચો- India@75: આઝાદી પહેલા થઈ હતી આ 7 કંપનીઓની સ્થાપના, આજે પણ આખા વિશ્વમાં વગાડે છે ડંકો

તેજપુરના એક બગીચામાં તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. 2011માં ગૌરીપુરામાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય તટરક્ષક દળના ઝડપી જહાજ આઈસીજીએસનું નામ કનકલતા બરુઆ છે.

ખહુલી નાથની શહીદી

ખહુલી નાથ દામદમિયા ગામના પોલીસ સ્ટેશનને કબજે કરવા પહોંચેલી આત્મઘાતી ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. પોતાના પતિ પોનરામ નાથ સાથે મળીને તેમણે ભારે પોલીસ બંદોબસ્તની પરવા કર્યા વિના ખહુલીમાં રેલી કાઢી હતી. ત્રિરંગો ફરકાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્યાં પોલીસે ગોળીબાર કર્યો હતો. જેમાં ખહુલી શહીદ થયા હતા. આ વખતે 12 વર્ષની તિલેશ્વરી બરુઆ અને 18 વર્ષની કુમાલી નિઓગ જેવી મહિલાઓ પણ શહીદ થઇ હતી.
First published:

Tags: 75th Independence Day, Independence day, India Saluting Bravehearts, Women equality