Home /News /national-international /

Independence Day Speech : યુવતીઓના લગ્નની ઉંમરમાં થશે બદલાવ, PM મોદીએ આપ્યો સંકેત

Independence Day Speech : યુવતીઓના લગ્નની ઉંમરમાં થશે બદલાવ, PM મોદીએ આપ્યો સંકેત

નરેન્દ્ર મોદી

ઉલ્લેખનીય છે કે સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આવ્યો છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સ્વતંત્રતા દિવસના તેમના ભાષણમાં તે વાતના સંકેત આપ્યા છે કે આવનારા દિવસોમાં યુવતીના લગ્નની ન્યૂનતમ ઉંમરમાં (Minimum Age for Marriage of Girls) ફેરફાર આવી શકે છે. આ ઉંમર વધારવામાં આવી શકે છે. 74માં સ્વંતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર ભાષણ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે આ મામલે એક સમિતિ બનાવી છે. અને આ સિવાયના સૂચનાને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી જ નવા નિર્ણયો બહાર પાડશે. ઉલ્લેખનીય છે કે હાલ સગીર યુવતીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. પણ સંકેત મળી રહ્યા છે કે તેને 21 વર્ષ કરવામાં આવશે.

    લાલ કિલ્લાથી આ મામલે ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું કે "અમે આપણી દીકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું છે. આ સમિતિની તરફથી રિપોર્ટ આપ્યા પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે." સાથે જ આ સમિતિ યુવતીઓના કુપોષણને લઇને સૂચન આપશે.

    વધુ વાંચો : 74th Independence Day: તસવીરોમાં જુઓ PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો ત્રિરંગો

    ઉલ્લેખનીય છે કે વર્ષ 1978થી ભારતમાં યુવતીઓના લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. આ વર્ષે જૂનમાં ભારત સરકારે તે મામલે એક સમિતિ બનાવી છે. જે પાછળ માતૃત્વ દરમિયાન મહિલાના વધતા મૃત્યુદરને ઓછા કરવાનો પ્રયાસ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે પોતાના બજેટમાં કહ્યું હતું કે મહિલાની માં બનવાની યોગ્ય ઉંમર વિષે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે સરકારનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આવ્યો છે. ઓક્ટોબર 2017માં કોર્ટે કહ્યું હતું કે વૈવાહિક બળાત્કારથી યુવતીને બચાવવા માટે બાળ વિવાહને સંપૂર્ણપણે ગેરકાનૂની માનવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહની ઓછામાં ઓછી ઉંમર વિષે નિર્ણય લેવાનું કામ સરકાર નિર્ણય લે. યુનિસેફના આંકડા મુજબ ભારતમાં 27 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા કે મોટા ભાગે 15 વર્ષની આસપાસ જ કરી દેવામાં આવે છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Independence day, Independence day 2020, PM Modi speech, Woman, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર