Home /News /national-international /

ઈન્ડિયા ગેટની જગ્યાએ પહેલો હતો રેલવે ટ્રેક! જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સો

ઈન્ડિયા ગેટની જગ્યાએ પહેલો હતો રેલવે ટ્રેક! જાણો તેની સાથે જોડાયેલ રસપ્રદ કિસ્સો

જે જગ્યાએ હાલમાં ઈન્ડિયા ગેટ છે, તે જગ્યાએ પહેલા રેલ્વે ટ્રેક હતો. (Image: Shutterstock)

અહીંયા અમે તમને ફેમસ અને યાદગાર સ્મારક, મંદિર તથા મ્યુઝીયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જે હિન્દુસ્તાનનો વારસો છે. આજે નવી દિલ્હીમાં રાજપથ માર્ગ પર આવેલ ઈન્ડિયા ગેટ (India Gate) થી વાત કરીશું.

    દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઊજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ માર્ચ 2021માં તેની શરૂઆત કરી હતી. 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના 75 વર્ષ પૂરા થશે. અહીંયા અમે તમને ફેમસ અને યાદગાર સ્મારક, મંદિર તથા મ્યુઝીયમ વિશે જાણકારી આપી રહ્યા છીએ. જે હિન્દુસ્તાનનો વારસો છે. આજે નવી દિલ્હી (Delhi) માં રાજપથ માર્ગ (Rajpath Road) પર આવેલ ઈન્ડિયા ગેટ (India Gate) થી વાત કરીશું. જેને શરૂઆતમાં ઓલ ઈન્ડિયા વોર મેમોરિયલ તરીકે ઓળખવામાં આવતું હતું.

    ઈન્ડિયા ગેટ ક્યારે અને શા માટે બનાવવામાં આવ્યો

    બ્રિટીશ સરકારે પ્રથમ વિશ્વ યુદ્ધ 1914-1918 અને 1919માં ત્રીજા એંગ્લો અફઘાન યુદ્ધમાં શહીદ થયેલ 80,000થી વધુ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા માટે ઈન્ડિયા ગેટનું નિર્માણ કર્યું હતું. 10 ફેબ્રુઆરી 1921ના રોજ ડ્યુક ઓફ કનોટે તેની શરૂઆત કરી હતી. 10 વર્ષમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. 12 ફેબ્રુઆરી 1931ના રોજ વાઈસરોય, લોર્ડ ઈરવિને 42 મીટર ઊંચા આ સ્માર્કનું ઉદઘાટન કર્યું હતું. એડવિન લેંડસિયર લૂટ્યન્સે આ ગેટની ડિઝાઈન કરી હતી. ઈન્ડિયા ગેટની દીવાલ પર આજે પણ સૈનિકોના નામ લખવામાં આવ્યા છે. આઝાદી પહેલા તેની સામે ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા પણ મુકવામાં આવી હતી, જે બાદમાં હટાવી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો- India@75: ભારતની ક્રાંતિકારી મહિલાઓની અજાણી ગાથા, અંગ્રેજો સામે લડીને થઈ હતી શહીદ

    આ જગ્યાએ પહેલા રેલ્વે ટ્રેક હતો

    તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે, જે જગ્યાએ ઈન્ડિયા ગેટ છે, તે જગ્યાએ પહેલા રેલ્વે ટ્રેક હતો. આ વાત વર્ષ 1920 સુધીની છે. તે સમયે શહેરમાં માત્ર એક રેલ્વે સ્ટેશન હતું- જૂની દિલ્હી રેલ્વે સ્ટેશન. જે જગ્યાએ ઈન્ડિયા ગેટ બનાવવામાં આવ્યો છે, ત્યાં આગ્રા-દિલ્હી રેલ્વે લાઈન પસાર થતી હતી. ત્યાર બાદ યમુના નદી પાસે રેલ્વે લાઈન બનાવવામાં આવી. વર્ષ 1924માં રેલ્વે લાઈન દૂર કરવાની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ ઈન્ડિયા ગેટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો- India@75: આવી રીતે કરવામાં આવી હતી આઝાદીની પ્રથમ ઉજવણી, જુઓ તસવીરો

    શહીદોની યાદમાં અમર જવાન જ્યોતિ

    વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલ સૈનિકોની યાદમાં વર્ષ 1972માં ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિનું નિર્માણ કરવામાં આવ્યું. વર્ષ 1971માં થયેલ ભારત અને પાકિસ્તાનના યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતા 21 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિવસ પહેલા અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શિફ્ટ કરવામાં આવી હતી. અમર જવાન જ્યોતિના સ્મારક પર ઊંધી બંદૂક અને સૈનિકોનું હેલ્મેટ બનાવવામાં આવ્યું છે. જેની બાજુમાં જ્યોત રાખવામાં આવી છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કર્યું હતું.
    First published:

    Tags: 75 years of independence, 75th Independence Day, Independence day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन