Independence Day: રાષ્ટ્રપતિએ કહ્યું- જલ્દીથી જલ્દી વેક્સીન લગાવી લે અને બીજાને પણ પ્રેરિત કરે

Independence Day: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

President's Address to Nation :ટોક્યો ઓલિમ્પિક 2021માં (Tokyo Olympics 2021) ભારત માટે મેડલ જીતીને આવેલા ખેલાડીઓને શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ચા પર આમંત્રિત કર્યા

 • Share this:
  નવી દિલ્હી : 75માં સ્વતંત્રતા દિવસની (Independence Day 2021) પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને (Ram Nath Kovind) સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ  (President's Address to Nation) કહ્યું કે મને એ વાતનું ઘણું દુખ છે કે કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દેશમાં ઘણા લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. તે સમયે ઘણો મુશ્કેલ હતો. હું આખા દેશ તરફથી દુખી અને પીડિત પરિવારોની સાથે ઉભો છું.

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરોના મહામારીની તીવ્રતામાં કમી આવી છે પણ કોરોના વાયરસનો પ્રભાવ હજુ સમાપ્ત થયો નથી. દરેક પ્રકારના જોખમ ઉઠાવતા આપણા ડોક્ટર્સ, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓ, પ્રશાસકો અને અન્ય કોરોના યોદ્ધોઓના પ્રત્યનોથી કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે હું બધા દેશવાસીઓને આગ્રહ કરું છું કે તે પ્રોટોકાલ પ્રમાણે જલ્દીથી જલ્દી વેક્સીન લગાવી લે અને બીજાને પણ પ્રેરિત કરે. આ સમયે વેક્સીન આપણા બધા માટે વિજ્ઞાન દ્વારા સુલભ કરાવવામાં આવેલ સર્વોત્તમ સુરક્ષા કવચ છે. ચિકિત્સા સુવિધાઓના વિસ્તાર માટે એક વર્ષની અવધિમાં 23,220 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે મને એ વાતની ખુશી છે કે આપણે બધા વિધ્નો છતા ગ્રામીણ ક્ષેત્રોમાં વિશેષ રૂપથી કૃષિ ક્ષેત્રમાં વધારો થયાવત્ છે. જ્યારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની રેન્કિંગમાં સુધાર થાય છે તો તેનો સકારાત્મક પ્રભાવ દેશવાસીઓની ઇઝ ઓફ લિવિંગ ઉપર પણ પડે છે. એગ્રીકલ્ચરલ માર્કેટિંગમાં કરેલા અનેક સુધારોમાં આપણા અન્નદાતા કિસાન વધારે સશક્ત થશે અને તેમના ઉત્પાદનનો શાનદાર કિંમત પ્રાપ્ત થશે.

  આ પણ વાંચો - Independence Day: અમદાવાદના પોળની આ ગલીઓ પણ છે આઝાદીની લડાઈની સાક્ષી

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓના સંઘર્ષથી આપણી આઝાદીનું સપનું સાકાર થયું છે. તે બધાએ ત્યાગ અને બલિદાનના અનૂઠા ઉદાહરણ પ્રસ્તુત કર્યા. હું તે બધા અમર સેનાનીઓના પાવન સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાંધીજીએ આપણને શીખવાડ્યું છે કે ખોટી દિશામાં ઝડપથી કદમ વધારવા કરતા સારું છે કે યોગ્ય દિશામાં ધીરે-ધીરે આગળ વધવામાં આવે.

  -રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતનો સ્વતંત્રતા સંગ્રામ ગાંધીજીના નેતૃત્વમાં સત્ય અને અહિંસા પર આધારિત હતો.

  - રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષે ભારતનો સ્વાધીનતા દિવસ ઘણો ખાસ છે કારણ કે આ વખતે આપણે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરતા આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ.

  -રાષ્ટ્રપતિએ દેશ-વિદેશમાં રહેનારા બધા ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

  રાષ્ટ્રપતિએ ઓલિમ્પિક વિજેતાઓને પાઠવ્યા અભિનંદન

  ટોક્યો ઓલિમ્પિક 2021માં (Tokyo Olympics 2021) ભારત માટે મેડલ જીતીને આવેલા ખેલાડીઓને શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ચા પર આમંત્રિત કર્યા હતા. આ પ્રસંગે ખેલાડીઓ અલગ-અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ભારતીય ખેલાડીઓ પારંપરિક પોશાકમાં અને માસ્કમાં જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખેલાડીઓને કહ્યું કે કોવિડ મહામારીમાં તમે દેશને ખુશી આપી છે. ઘણા વર્ષો પછી જ્યારે આપણો તિરંગો ઓલિમ્પિકમાં લહેરાયો તો બધાની ભાવના નીરજ સાથે જોડાયેલી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે તમે બધાએ ખેલમાં ભાગ લેવા માટે બધાને પ્રેરિત કર્યા છે.
  Published by:Ashish Goyal
  First published: