Home /News /national-international /

Independence Day 2022: લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કર્યું પંચપ્રણનું આહ્વાન, જાણો શું છે આ

Independence Day 2022: લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કર્યું પંચપ્રણનું આહ્વાન, જાણો શું છે આ

75th Independence Day : પીએમ મોદીનું લાલ કિલ્લા પરથી સંબોધન

Independence Day 2022 - 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી સંબોધિત કરતા પીએમ મોદીએ પંચપ્રણનું આહ્વાન કર્યું

    નવી દિલ્હી : આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે (Azadi Ka Amrit Mahotsav)પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)દેશ સામે પાંચ પ્રણ લેવાનું આહ્વાન કર્યું છે. 15મી ઓગસ્ટના (Independence Day)દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હવે દેશ મોટા સંકલ્પ લઇને ચાલશે અને તે મોટો સંકલ્પ છે વિકસિત ભારતનો. તેમાં કશું ઓછું થવું જોઈએ નહીં. આ માટે આપણે પંચ પ્રણ ( panchpran)લેવા જોઈએ. તેમણે કહ્યું કે આવનાર વર્ષોમાં આપણે પંચપ્રણ પર ધ્યાન આપવું પડશે. આ પંચપ્રણ આ પ્રમાણે છે - પ્રથમ- વિકસિત ભારતના મોટા સંકલ્પો અને સંકલ્પ સાથે આગળ વધવું, બીજું - દાસતાના બધા નિશાન મિટાવી દેવા, ત્રીજું- આપણી વિરાસત પર ગર્વ કરો, ચોથું- એકતાની તાકાત અને પાચમું- નાગરિકોનું કર્તવ્ય જેમાં પીએમ અને સીએમ સામેલ છે. આવનાર 25 વર્ષો માટે આપણે પંચ પ્રણ પર પોતાની શક્તિ, સંકલ્પો અને સામર્થ્યને કેન્દ્રિત કરવું પડશે.

    પ્રથમ પ્રણ - ભારતે મોટા સંકલ્પો સાથે આગળ વધવાનું છે. હવે દેશ મોટા સંકલ્પને લઇને ચાલશે અને આ મોટો સંકલ્પ છે વિકસિત ભારત અને તેનાથી ઓછું થવું જોઈએ નહીં.

    બીજું પ્રણ - કોઇપણ ખૂણામાં આપણા મનની અંદર ગુલામીનો એકપણ અંશ હોય તેને કોઇપણ હાલતમાં બચવા દેવાનો નથી. સેંકડો વર્ષની ગુલામીના કારણે ભારતને મોટી ચોટ લાગી છે. જોકે આપણે તેનાથી ઉબરવું જોઈએ.

    આ પણ વાંચો - પીએમ મોદીએ -પરિવારવાદ-ભ્રષ્ટાચારને ગણાવ્યો ઊધઇ જેવો, તેની સામે લડાઇમાં માંગ્યો દેશવાસીઓનો સાથ

    ત્રીજુ પ્રણ - આપણે પોતાની વિરાસત પર ગર્વ હોવો જોઈએ. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તે બધા મહાપુરુષોને યાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જેમને કોઇના કોઇના કારણોસર ઇતિહાસામં સ્થાન ના મળ્યું, કે તેમનો ભૂલાવી દેવામાં આવ્યા હતા. આજે દેશે શોધી-શોધીને આવા મહાપુરુષો, બલિદાનીઓ, સત્યાગ્રહીયોને યાદ કર્યા, નમન કર્યા.



    ચોથું પ્રણ - એકતા અને એકજુટતા. જો પુત્ર-પુત્રી એકસમાન ના હોય તો એકતાની ભાવના જાગૃત થઇ શકે નહીં. આ માટે ઇન્ડિયા ફર્સ્ટનું પાલન કરવું જોઈએ. તેમાં શ્રમિકોનું સન્માન જરૂરી છે.

    પાંચમું પ્રણ - નાગરિકોનું કર્તવ્ય, તેમાં પ્રધાનમંત્રી પણ બહાર હોતા નથી. રાષ્ટ્રપતિ પણ બહાર નથી. આપણે દેશના નાગરિકના રૂપમાં પોતાના યોગ્ય કર્તવ્ય પુરો કરવા જોઈએ. દેશમાં આજે આપણે જોઇ રહ્યા છીએ કે નારી પ્રત્યે આપણું કર્તવ્ય યોગ્ય નથી. આપણે કોઇપણ સ્થિતિમાં ખતમ કરવું પડશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 75th Independence Day, Independence day, Independence Day Celebration, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन